આજે દરરોજ મોબાઇલ બનાવતી કંપની દ્રારા અનેક નિતનવાં મોડેલ લોન્ચ કરવામાં આવે છે. ચાઈનીઝ બ્રાન્ડ પોકો (POCO)એ ભારતમાં સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ સીરિઝ સીમાં પોકો સી 50 (POCO C50)માં 5000 mAh મોટી બેટરી પણ આપી છે. આ સિવાય સ્માર્ટફોનમાં 6.52 ઇંચનું એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તો બીજી તરફ રોયલ બ્લુ અને કન્ટ્રી ગ્રીન કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
પોકો સી 50માં 2 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજવાળા ફોનની કિંમત 6,999 રૂપિયા અને 3 જીબી રેમ 32 જીબી સ્ટોરેજવાળા ફોનની કિંમત 7,299 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ લોન્ચ ઓફરમાં ગ્રાહકો આ ફોનના 2 જીબી રેમ વેરિઅન્ટને 6,249 રૂપિયામાં અને 3 જીબી રેમ વેરિઅન્ટને 6,499 રૂપિયામાં ખરીદી શકે છે. પોકો સી 50 10 જાન્યુઆરીથી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે અવેલેબલ થશે.
પોકો સી 50નાં સ્પેસિફિકેશન
બેટરી અને ચાર્જર: ફોનમાં 5000 mAhની ક્ષમતા સાથે લિથિયમ આયન પોલિમર બેટરી છે, જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કેમેરા: પોકો સી 50 ને પાછળની પેનલ પર ડેપ્થ સેન્સર સાથે 8 મેગાપિક્સેલનું ડ્યુઅલ કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યું છે. જે 30 ફ્રેમ/સેકન્ડ પર વિડિયો રેકોર્ડ કરવામાં સક્ષમ છે. તો ફોનના ફ્રન્ટમાં 5-મેગાપિક્સલ સેલ્ફી કેમેરો છે.
ડિસ્પ્લે: ફોનમાં 6.5 ઇંચનો એચડી પ્લસ IPS LCD વોટરડ્રોપ ડિસ્પ્લે છે. જેમાં 120 Hzનો ટચ સેન્સિંગ રેટ, રિફ્રેશ રેટ 269 પીપીઆઈ પર 60 Hz અને 720 * 1600 પિક્સલ્સનું રિઝોલ્યુશન છે.
ડાયમેન્શન: ફોનનાં ડાયમેન્શન 164.9એક્સ 76.75એક્સ 9.09 મીમી અને ફોનનું વજન 192 ગ્રામ છે.
પ્રોસેસર OS : પોકો C50 મીડિયાટેક હેલિયો એ 22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તો ફોન ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 12 ગો એડિશન પર કામ કરે છે.
મેમરી : આ સાથે જ 3 જીબી સુધી LPDDR 4X રેમના 32 જીબી સુધી સ્ટોરેજ મળે છે. તો ઇન્ટરનલ મેમરીને માઇક્રો એસડી કાર્ડથી વધારી શકાય છે.
સુરક્ષા : સુરક્ષા માટે રીઅર ફિંગર સેન્સર અને ફેસ અનલૉક આપવામાં આવે છે.
નેટવર્ક અને કનેક્ટિવિટી : કનેક્ટિવિટી માટે, ફોનમાં 4G/3G/2G સપોર્ટ ડ્યુઅલ સિમ + માઇક્રો એસડી કાર્ડ, 3.5 એમએમ હેડફોન જેક, બ્લૂટૂથ 5.1 અને વાઇ-ફાઇ ઉપલબ્ધ છે.
અન્ય : બજેટ ફોન વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ, એ-જીપીએસ જેવી કનેક્ટિવિટી સુવિધાઓ આપે છે. લાઇટ સેન્સર, વર્ચ્યુઅલ પ્રોક્સિમિટી સેન્સર અને એક્સિલરોમીટર જેવા સેન્સર પણ આપવામાં આવ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.