ડિસ્કાઉન્ટ:'સેમસંગ ગેલેક્સી F62'ની ખરીદી પર ₹6000નું ડિસ્કાઉન્ટ, લિમિટેડ પીરિયડ માટે કંપનીની ઓફર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓફર હેઠળ ફોનનાં 6GB રેમ વેરિઅન્ટની ખરીદી 17,999 રૂપિયામાં કરી શકાશે
  • ડિસ્કાઉન્ટ સાથે ફોનની ખરીદી ફ્લિપકાર્ટ અને ઓફિશિયલ સાઈટ પરથી કરી શકાશે

જો તમે નવા સ્માર્ટફોનની ખરીદી કરવા જઈ રહ્યા છો તો સેમસંગ તમારા માટે ધમાકેદાર ઓફર લઈને આવી છે. થોડા મહિના પહેલાં જ લોન્ચ થયેલા 'સેમસંગ ગેલેક્સી F62' પર કંપની 6000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેનાં બેઝિક વેરિઅન્ટની લોન્ચિંગ પ્રાઈઝ 23,999 રૂપિયા છે. આ ફોન 7,000mAhની બેટરી અને ઓક્ટા કોર એક્સીનોસ પ્રોસેસર સાથે આવે છે.

ઓફર

  • ઓફર હેઠળ ફોનનાં 6GB રેમ વેરિઅન્ટની ખરીદી 17,999 રૂપિયામાં કરી શકાશે. આ પ્રાઈઝ લિસ્ટિંગ ફ્લિપકાર્ટ સાથે કંપનીની ઓફિશિયલ સાઈટ પર પણ છે. 8GB રેમ વેરિઅન્ટની ખરીદી ડિસ્કાઉન્ટ સાથે 19,990 રૂપિયામાં કરી શકાશે. કંપનીની વેબસાઈટ પર અને ફ્લિપકાર્ટ પર ફોનનાં બંને સ્ટોરેજ વેરિઅન્ટ પર 6000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
  • જોકે આ ડિસ્કાઉન્ટ લિમિટેડ પીરિયડ માટે જ છે. કંપની 15 ઓગસ્ટ સુધી આ ડિસ્કાઉન્ટ સાથે ફોનનું વેચાણ કરશે.
  • સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ પર ICICI બેંકનાં કાર્ડથી ખરીદી કરવા પર 2500 રૂપિયાનું કેશબેક મળશે. ફ્લિપકાર્ટ પર ICICI બેંકના કાર્ડથી ખરીદી કરવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

સેમસંગ ગેલેક્સી F62નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ6.7 ઈંચ
ડિસ્પ્લે ટાઈપફુલ HD+ (1080X2400 પિક્સલ) સુપર AMOLED ઈન્ફિનિટી ઓ ડિસ્પ્લે
OSOneUI 3.1 બેઝ્ડ એન્ડ્રોઈડ 11
પ્રોસેસરએક્સીનોસ 9825 પ્રોસેસર
રિઅર કેમેરા64MP+12MP+5MP+5MP
ફ્રન્ટ કેમેરા32MP
રેમ6GB/8GB
સ્ટોરેજ ​​​​​​​128GB
બેટરી7000mAh વિથ 25 વૉટ ફાસ્ટ ચાર્જિંગ એન્ડ રિવર્સ ચાર્જિંગ​​​​​​​​​​​​​