તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક ગાઈડ:ફેસબુક ડેટા લીક થવાથી તમે પણ ચિંતામાં છો? તો fb પરથી પોતાનો ડેટા ડાઉનલોડ કરી આ સ્ટેપ ફોલો કરી અકાઉન્ટ સિક્યોર કરો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફેસબુક અકાઉન્ટ પરથી ડેટા ડાઉનલોડ કરી તમે તને સેવ કરી શકો છો
 • ડેટા સેવ થઈ ગયા બાદ અકાઉન્ટ ડિલીટ કરી તમે સિક્યોર રહી શકો છો

થોડા દિવસ પહેલાં 100થી વધારે દેશોના આશરે 53 કરોડથી વધારે ફેસબુક યુઝર્સનો ડેટા ઓનલાઈન લીક થયો છે. તેમાં 50 કરોડથી વધારે લોકોના મોબાઈલ નંબર અને પ્રાઈવેટ ડેટાને હેકર્સે જગજાહેર કર્યા છે. તેમાં 60 લાખ ભારતીય યુઝર્સના ડેટા પણ હેક થવાની વાત સામે આવી છે.

તેવામાં તમને પણ શંકા થઈ હશે તે આ ડેટાલીકમાં તમારો નંબર પણ આવ્યો હશે. અથવા તમને ભવિષ્યમાં પણ ડેટા લીક થવાની ભીતિ છે. તો તમે ફેસબુક ડેટા સેવ કરી અકાઉન્ટ ડીલિટ કરી શકો છો.

ફેસબુક અકાઉન્ટથી ડેટા સેવ કરવાની પ્રોસેસ

 • સૌ પ્રથમ તમારાં અકાઉન્ટમાં લોગ ઈન કરો અને અકાઉન્ટ સેટિંગ્સમાં જાઓ.
 • હવે જનરલ અકાઉન્ટ સેટિંગમાં સ્ક્રોલ કરી બોટમ બટન પર ક્લિક કરી ડાઉનલોડ લિંક કોપી કરો.
 • હવે નેક્સ્ટ સ્ક્રીન પર સ્ટાર્ટ માય અર્કાઈવને સિલેક્ટ કરો. ડાઉનલોડ થઈ જવા પર તમને ઈમેલ આવશે.
 • તમને ફેસબુક ટાઈટલથી ઈમેલ આવશે. તેમાં એક ડાઉનલોડિંગ લિંક હશે તેના પર ક્લિક કરો.
 • ડાઉનલોડ કરેલી ફાઈલને સિસ્ટમમાં સેવ કરો. તે ઝિપ ફોર્મેટમાં સેવ હશે.

ફેસબુક અકાઉન્ટ ડિલીટ કરવાની પ્રોસેસ

 • ફેસબુક અકાઉન્ટમાં લોગઈન કરી ટોપ રાઈટ પર ક્લિક કરો.
 • હવે સેટિંગ એન્ડ પ્રાઈવસીમાં જઈ સેટિંગ્સ પર ક્લિક કરો.
 • હવે લેફ્ટ કોલમમાં ફેસબુક ઈન્ફોર્મેશન પર ક્લિક કરો.
 • હવે ડિએક્ટિવેશન એન્ડ પર ડિલિશન ક્લિક કરો.
 • ત્યારબાદ પર્મેનન્ટલી ડિલીટ અકાઉન્ટ સિલેક્ટ કરી અકાઉન્ટ ડિલિશન કન્ટિન્યુ કરો.
 • ડિલીટ અકાઉન્ટ પર ક્લિક કરો અને તમારો પાસવર્ડ સબમિટ કરી કન્ટિન્યુ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો