એપલે બજેટ ફ્રેન્ડલી iPhone SEની કિંમતો વધારી:6 હજાર રુપિયા મોંઘો થયો સ્માર્ટફોન, 64-128-256GB સ્ટોરેજ વેરિઅન્ટના આ ભાવ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એપલે એકાએક પોતાના ભારતમાં વેચાતા બજેટ ફ્રેન્ડલી આઈફોનનો ભાવ વધારી દીધો છે. આ વર્ષે માર્ચમાં એપલે ભારતમાં પોતાના થર્ડ જનરેશન આઈફોન SEને ₹43,900ની સ્ટાર્ટિંગ પ્રાઈસ સાથે લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોનની કિંમત 6 હજાર રુપિયા વધારી દેવામાં આવી છે.

ત્રણેય વેરિઅન્ટની કિંમતો આ મુજબ રહેશે
આઈફોન 64GB, 128GB અને 256GBના ત્રણેય સ્ટોરેજ ઓપ્શન હાજર છે. જેની કિંમત અનુક્રમે ₹43,900, ₹48,900 અને ₹58,900 હતી. આઈફોન SEના ત્રણેય સ્ટોરેજ મોડેલની નવી કિંમતો હવે ₹49,900 (64GB), ₹54,900 (128GB) અને ₹64,900 (256GB) હશે.

4.7 ઈંચની રેટિના HD ડિસ્પ્લે
એપલ આઈફોન SE (થર્ડ જનરેશન) A15 બાયોનિક ચિપસેટથી સજ્જ છે. સ્માર્ટફોન iOS 15 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. તે iOS 16ના અપડેટને સપોર્ટ કરી શકશે. 4.7 ઈંચની રેટિના HD ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન મિડનાઈટ બ્લેક, સ્ટારલાઈટ વ્હાઈટ અને રેડ કલર ઓપ્શનમાં હાજર છે.

12MPનો રિયર અને 7MPનો ફ્રન્ટ કેમેરા
આ 5G સ્માર્ટફોનમાં IP67- સર્ટિફાઈડ વોટરપ્રૂફ અસિસ્ટન્ટ સિસ્ટમની સાથે આવશે. તેમાં 12MPનો સિંગલ વાઈડ-એન્ગલ રિયર કેમેરા મળશે અને ફ્રન્ટ કેમેરા 7MPનો આપવામાં આવ્યો છે. સેલ્ફી કેમેરામાં નેચરલ, સ્ટુડિયો, કોન્ટર, સ્ટેજ, સ્ટેજ મોનો અને હાઈ-કી મોનોના 6 સેલ્ફી ઓપ્શન છે. ડીપ ફ્યુઝન, સ્માર્ટ HDR 4 અને ફોટોગ્રાફિક સ્ટાઈલ કેમેરાના ગ્રાફિક ફીચર પણ છે.

ફ્લિપકાર્ટથી સસ્તામાં ખરીદી શકશો
આ ભાવવધારા પછી પણ જો તમે આઈફોન SE ખરીદવા વિશે વિચારી રહ્યા છો તો તેને તમે ફ્લિપકાર્ટની બિગ દિવાલી સેલમાં ઓછા ભાવે ખરીદી શકો. ફ્લિપકાર્ટ પર 64GB વેરિઅન્ટ 47,900 રુપિયાના ભાવમાં મેળવી શકો. 128GB સ્ટોરેજ વેરિઅન્ટ 52,990માં વેચાઈ રહ્યું છે તો 256GB સ્ટોરેજ વેરિઅન્ટ આઉટ ઓફ સ્ટોક થઈ ચૂક્યો છે. તમને 16,900 રુપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળી રહેશે. કોટક અને SBI બેન્કના કાર્ડ પર તમને 10%ની છૂટછાટ મળી રહેશે.