• Gujarati News
  • Utility
  • Gadgets
  • 5G In India Launch Date | Tech Guru Abhishek Telang On 5G Launch & Spectrum Auction, Foldable Phones, Games Market And More

ટેક્નોલોજી ઈન 2021:જુલાઈમાં શરૂ થઈ શકે છે 5G સર્વિસ, ઈ-સ્પોર્ટ્સનો ક્રેઝ વધશે; કેમેરાનું ફોકસ વીડિયો પર વધારે રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અલગ અલગ સેક્ટર્સ માટે 2021 કેવું રહેશે? આ વિશે અમે તમને જાણીતા એક્સપર્ટના મત જણાવી રહ્યા છે. અત્યાર સુધી અર્થવ્યવસ્થા, શિક્ષા, નોકરી, રાજનીતિ, એન્ટરટેઈનમેન્ટ જેવા સેક્ટર્સના આર્ટિકલ તમે વાંચી ચૂક્યા છો. આજે ટેક એક્સપર્ટ અને ટેક ગુરુના નામથી ચર્ચિત અભિષેક તૈલંગ પાસેથી જાણો 2021માં ટેક્નોલોજી ક્ષેત્રે શું નવું મળશે...

2020 ભલે કોવિડ-19 માટે યાદ કરવામાં આવે પરંતુ આ મહામારીમાં લોકો ટેક્નોલોજીના શરણે આવ્યા. વર્ચ્યુઅલ તાલમેલ વધારવા માટે લોકો એપ્સનો ઉપયોગ કરતા શીખી ગયા. તો ડિજિટલ પેમેન્ટથી દરરોજનો ખર્ચો સરળ બન્યો. 2021માં પણ ટેક્નોલોજી ગેમ ચેન્જર સાબિત થશે. એક તરફ જ્યાં 5Gના શ્રીગણેશ થઈ શકે છે તો બીજી તરફ વાયરલેસ ટેક્નોલોજી લાઈફ સરળ બનાવશે. આવો જાણીએ 2021માં ટેક્નોલોજી ક્ષેત્રે કેવા ફેરફારો થશે...

1. દેશને 5G સ્પીડ મળી શકે છે
5Gની રાહ આપણા દેશમાં આતુરતાથી જોવાઈ રહી છે. દેશમાં 5G અનેબલ સ્માર્ટફોન તો લોન્ચ થઈ રહ્યા છે પરંતુ સર્વિસ ક્યારે શરુ થશે તેના પર હજુ સસ્પેન્સ જ છે. 2021માં 5G લોન્ચ થઈ શકે છે. સરકાર જલ્દી 5G નેટવર્ક સ્પેક્ટ્રમ આવંટન અને નીલામીની પ્રક્રિયા શરૂ કરશે. આશા છે કે એપ્રિલથી દેશના મેટ્રો શહેરના સિલેક્ટેડ સર્કલમાં 5G ટેસ્ટિંગ શરૂ થાય.

આ પ્લાન પ્રમાણે જુલાઈ ઓગસ્ટથી દેશના મેટ્રો શહેરોના સિલેક્ટેડ સર્કલમા 5Gની એન્ટ્રી થશે. રિલાયન્સ જિયો પણ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ઈવેન્ટ દરમિયાન 2021ની બીજા ક્વાર્ટરમાં 5G સર્વિસની જાહેરાત કરી ચૂકી છે. 5G આવ્યા પછી સૌથી વધારે ફાયદો ડિજિટલ કન્ટેન્ટને થશે. મેડિકલ અને ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રોને પણ ફાયદો મળશે.

5G આવ્યા પછી ઈન્ટરનેટ સ્પીડમાં ક્રાંતિ આવશે. 4Gની સરખામણીએ 5Gની ડાઉનલોડ સ્પીડ 10થી 12 ગણી વધી જશે. હાલ ભારતમાં મેક્સિમમ 4G ડાઉનલોડ સ્પીડ 33.3Mbps છે. જ્યારે 5G ડાઉનલોડ સ્પીડ 200 Mbpsથી 370 Mbps સુધી રહેશે. હાલ સઉદી અરબ અને સાઉથ કોરિયા 5G સ્પીડના મામલે સૌથી ઉપર છે.

પબજી મોબાઈલ તો બસ એક ઝાંખી હતી. ઈ-સ્પોર્ટ્સના જલવા તો હજુ બાકી છે. ભારતમાં ગેમિંગની દુનિયા માટે બહુ મોટું માર્કેટ છે અને 2020માં લોકડાઉન દરમિયાન તેની તાકાત લોકોને જોવા મળી. ત્યારે પબજી જેવી ગેમનાં ડાઉનલોડ અને એક્ટિવ યુઝર્સની સંખ્યા આશરે ચાર ગણી થઈ ગઈ.

2. મોબાઈલ બનશે રમતનું મેદાન

પબજી મોબાઈલ તો સરકારે બૅન કરી, પણ તેના કમબેક માટે કંપનીઓ કરોડો ડોલર ભારતીય ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરવા તૈયાર બેઠી છે. પબજી ઉપરાંત ફૌજી જેવી ગેમ પણ ભારતીય ગેમિંગ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં મદદ કરશે. આ સાથે જ રિલાયન્સ જિયો, એરટેલ, પેટીએમ જેવી કંપનીઓ ઈ-સ્પોર્ટ્સ બિઝનેસમાં ઇન્વોલ્વ થઈ ગઈ છે.

2021માં 5G આવ્યા પછી ઈ-સ્પોર્ટ્સની કાયા પલટ થશે. દેશના નાના શહેરોમાં ઘણા લોકો ઈ-સ્પોર્ટ્સમાં પોતાનું ભવિષ્ય શોધશે. રોજગારની તકો પણ મળશે. જેમાં ગેમ રમતા લોકોની સાથોસાથ, ગેમ રમાડનારા, તેને મેનેજ કરનારા અને ગેમ ડિઝાઈન અને ડેવલપ કરનારા લોકો માટે પુષ્કળ તક હશે.

3. ચાર્જર, ઈયરફોન હવે ભૂલી જાઓ
એપલે તેના આઈફોન સાથે ચાર્જર અને ઈયરફોન બંધ કર્યા. આ ટ્રેન્ડ 2021માં બાકીના દરેક ફ્લેગશિપ સ્માર્ટફોનમાં પણ જોવા મળશે. શાઓમી, સેમસંગ સહિત ઘણી કંપનીઓએ તો પહેલેથી જ આ કપાતની જાહેરાત કરી દીધી છે. આખી સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં ઈ-વેસ્ટ ઓછો કરવાની સાથે આ કપાત પાછળ કમાણીની રણનીતિ પણ જોડાયેલી છે.

ઇન્ડસ્ટ્રી પૂરી રીતે વાયરલેસ થવાના રસ્તે છે. કન્ઝ્યુમરને વાયરલેસ ઈયરબડ્સની આદત તો પડી જ ગઈ છે. હવે કંપનીઓ તમને વાયરલેસ ચાર્જર અને વાયરલેસ પાવર બેંકની આદત પડે તેવું ઈચ્છે છે.

4. ફોલ્ડેબલ સ્માર્ટફોનને દબદબો રહેશે

વર્ષ 2020માં ઘણી સ્માર્ટફોન કંપનીઓએ પોતપોતાના ફોલ્ડિંગ સ્ક્રીન સાથે પોતાના સ્માર્ટફોન લોન્ચ કર્યા. આમાંના મોટાભાગના સ્માર્ટફોન જૂની ક્લેમ શેલ ડિઝાઇનની જેમ ખૂલે છે અથવા કોઈ બુકની જેમ સ્ક્રીનને ફોલ્ડ કરે છે અથવા તો વિચિત્ર ડ્યુઅલ સ્ક્રીનવાળા ફોન્સ જોવા મળ્યા છે. હવે વર્ષ 2021માં ફોલ્ડિંગ સ્માર્ટફોનમાં ઘણા પ્રકારની ડિઝાઇન જોવા મળશે, જેમાં રોલેબલ સ્ક્રીનવાળા સ્માર્ટફોન પણ હશે.

ડિઝાઇન પ્રમાણે રોલેબલ સ્ક્રીન વધુ સારી હશે કારણ કે, પુસ્તકની જેમ ફોલ્ડ થનારી સ્ક્રીન વચ્ચે ગડી એટલે કે કરચલીના નિશાન પડવા લાગે છે અને ફોન ફોલ્ડ થયા બાદ બહુ મોટો થઈ જાય છે. ક્લેમશેલ ડિઝાઇનમાં કરચલી પડવાનો ડર બનેલો રહે છે. આ ડિઝાઇન સુંદર તો દેખાય છે પણ તેમાં ફોન કોઈ ટેબલેટ કમ્પ્યૂટરની સાઇઝનો નથી થઈ શકતો.

રોબેબલ સ્ક્રીનના ઢગલો કન્સેપ્ટ ડિઝાઇન જોઈને લાગે છે કે, આ ડિઝાઇન વધુ 'પ્રેક્ટિકલ' હશે કારણ કે, ફોનની અંદર રહેલી મોટર્સ સ્ક્રીનને તેની અંદર આવરી લેશે. જેમ આપણે ચાર્ટ પેપર રોલ કરીએ છીએ. જેનાથી એક બટન દબાવવાથી જ સ્ક્રીન 'ફોન મોડ'થી સ્વીચ થઇને 'ટેબ્લેટ મોડ'માં આવી જશે. આ બધું ફોનની બોડીની અંદરની મોટર્સની મદદથી કરવામાં આવશે. જે ફોલ્ડેબલ સ્ક્રીનનું જીવન પણ વધારશે.

5. કેમેરાનું ફોકસ વીડિયો પર વધુ હશે
વર્ષ 2020 પહેલાં સ્માર્ટફોનના કેમેરાનું મોટાભાગનું ફોકસ 'તે ફોટો સારી રીતે કેપ્ચર કરે છે' તેના પર હતું. પરંતુ વર્ષ 2021 સુધીમાં સ્માર્ટફોનના કેમેરાનું ધ્યાન 'આ વીડિયો સારો રેકોર્ડ કરે છે' તેના પર રહેશે. આ બાબતનો સંકેત વર્ષ 2020ના છેલ્લા ક્વાર્ટરમાં લોન્ચ કરાયેલા ઘણા સ્માર્ટફોનમાં કંપનીઓએ આપી દીધો હતો.

આઇફોન 12 સિરીઝમાં ડોલ્બી વિઝન પર જેટલું ફોકસ હતું એટલું જ નોટ 20 અલ્ટ્રામાં 8K વીડિયો રેકોર્ડિંગ અને મેન્યુઅલ વીડિયો મોડ પર પણ હતું. તેમજ, વિવોની એક્સ સિરીઝમાં ગિંબલ જેવો સ્ટેબિલાઇઝ્ડ વીડિયો અને ઓટોફોકસ જેવા વીડિયોને સારા બનાવવાના ફીચર્સ આપવામાં આવ્યા. વર્ષ 2021માં શરૂ થયેલા લગભગ દરેક બીજા-ત્રીજા સ્માર્ટફોનમાં તમને આ જ રીતની ટેક્નિક જોવા મળશે.