તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકો ઓનલાઈન વીડિયોના રવાડે:આખી દુનિયા કરતાં ભારતના સૌથી વધારે 54.91% બાળકોએ ઓનલાઈન પ્લેટફોર્મ પર સમય પસાર કર્યો, માઈનક્રાફ્ટ ગેમ સૌથી વધુ પોપ્યુલર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાસ્પેર્સકી સેફ કિડ્સના સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, લોકડાઉનના સમયમાં બાળકોએ ઓડિયો, વીડિયો અને સોફ્ટવેર પર પોતાનો સમય પસાર કર્યો
  • ભારતમાં યુટ્યુબ પર સમય પસાર કરવામાં બાળકો 37.35% સાથે ચોથા નંબરે

લૉકડાઉન દરમિયાન સ્કૂલો બંધ હતી તો તે દરમિયા બાળકોએ શું કર્યું? આ સમયગાળામાં બાળકોએ તેમનો મેક્સિમમ સમય ઓનલાઈન પ્લેટફોર્મ પર વિતાવ્યો છે. લોકડાઉન સમયે ન તો ઓનલાઈન ક્લાસિસ હતા ન તો હોમ વર્ક હતું. કાસ્પેર્સકી સેફ કિડ્સના સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, લોકડાઉનના સમયમાં બાળકોએ ઓડિયો, વીડિયો અને સોફ્ટવેર પર પોતાનો સમય પસાર કર્યો છે. તેને લીધે ઈ કોમર્સ કંપનીઓને ઘણો ફાયદો થયો છે.

અન્ય દેશોની સરખામણીએ ભારતના બાળકોએ સૌથી વધારે કમ્પ્યુટર પર વીડિયો જોવામાં સમય પસાર કર્યો છે. ભારતમાં યુટ્યુબ પર સમય પસાર કરવામાં બાળકો 37.35% સાથે ચોથા નંબરે છે. જ્યારે ભારત 8.40% અને UAEમાં 5.96% સાથે સોથી વધારે ઝૂમ પર એક્ટિવ હતા, પરંતુ ફેસબુક એપ બાળકોમાં પોપ્યુલર રહી નહિ. મ્યુઝિકમાં kપોપબેન્ડના BTS અને બ્લેકપિંક બાળકોને ખુબ પસંદ પડ્યા. એરિયાના ગ્રાન્ડે, બિલી ઈલિશ અને ટ્રેવિસ સ્કોટ સિન્ગર્સ બાળકોની પસંદ બન્યા.

કાર્ટૂનવાળા વીડિયો સૌથી વધારે જોવાયા
દુનિયાભરમાં બાળકોએ કાર્ટૂન અકાઉન્ટવાળા વીડિયો સૌથી વધારે 50.21% જોયા. તેમાં લેડી બગ અને સુપર કેટ, ગ્રેવિટી ફોલ્સ અને પેપ્પા પિગ સૌથી પોપ્યુલર રહ્યા. બીજા નંબરે ટીવી શૉ બાળકોની પસંદ બની.

ટીવી સિરીઝમાં સૌથી વધારે ગોડઝિલ્લા Vs કોંન્ગનું ટ્રેલર
અંગ્રેજીમાં સૌથી વધારે ધ વોઈસ કિડ્સ સર્ચ કરવામાં આવ્યું. ફિલ્મ અને ટીવી સિરીઝમાં સૌથી વધારે પોપ્યુલર ટ્રેલર ગોડઝિલ્લા Vs કોન્ગ, જેક સ્નાઈડરની જસ્ટિસ લીગ અને ડિઝની+ હોટસ્ટારની વાન્ડાવિઝન પોપ્યુલર રહી. નેટફ્લિક્સમાં બાળકોને કોબ્રા કાઈ અને સ્ટ્રેન્જર થિંગ્સ સૌથી વધારે પસંદ પડ્યા.