રેડમીનો સસ્તો સ્માર્ટફોન Redmi A2, A2+ ભારતમાં લૉન્ચ:10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી, શરૂઆતની કિંમત 6000 રૂપિયા
ચાઈનીઝ ટેક કંપની રેડમીએ લો-બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં Redmi A2 અને Redmi A2+ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ A સીરીઝમાં લોન્ચ કરેલા આ બંને ફોનમાં MediaTekનું Helio G36 પ્રોસેસર આપ્યું છે.
Redmi A2 અને A2+: સ્પેસિફિકેશન
- ડિસ્પ્લે: Redmi A2 અને Redmi A2+ બંનેમાં 1600x720 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.52-ઇંચ HD+ ડિસ્પ્લે છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે.
- હાર્ડવેર અને સોફ્ટવેરઃ પરફોર્મન્સ માટે, બંને ફોનમાં ઓક્ટોકોર મીડિયાટેક હેલિયો જી36 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની ક્લોક સ્પીડ 2.2GHz સુધી છે. બંને હેન્ડસેટ 4GB સુધી LPDDR4X રેમ ધરાવે છે, જેને 2GB વર્ચ્યુઅલ રેમ સાથે 6GB સુધી વધારી શકાય છે.
- કેમેરાઃ ફોટોગ્રાફી માટે બંને ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 8MP પ્રાથમિક કેમેરા અને 0.08 MP ડેપ્થ લેન્સનો સમાવેશ થાય છે. તે જ સમયે, સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે વોટર ડ્રોપ ડિઝાઇન સાથે 5MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
- બેટરી અને ચાર્જિંગઃ પાવર બેકઅપ માટે બંને ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 10W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં ચાર્જિંગ માટે માઇક્રો USB પોર્ટ છે.
- કનેક્ટિવિટી વિકલ્પ: કનેક્ટિવિટી માટે, ફોનમાં 2G, 3G, 4G, FM, Wi-Fi, માઇક્રો USB પોર્ટ, બ્લૂટૂથ, GPS અને 3.5mm હેડફોન જેક છે.
Redmi A2 અને A2+: કિંમત અને ઉપલબ્ધતા
કંપનીએ Redmi A2ને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. તેના 2GB RAM + 32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,999 રૂપિયા છે. તે જ સમયે, 2GB RAM + 64GB સ્ટોરેજની કિંમત 6499 રૂપિયા છે અને 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7499 રૂપિયા છે. જ્યારે Redmi A2+ને 4GB RAM + 64GB સ્ટોરેજ સાથેના સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત 8,499 રૂપિયા છે.
બાયર્સ 23 મેથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, ઓફિશિયલ સ્ટોર અને ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા આ બંને સ્માર્ટફોનને ખરીદી શકશે.