માઈલ્ડસ્ટોન / ડિઝની+ સ્ટ્રિમિંગ સર્વિસના કુલ 5 કરોડ યુઝર્સ, 80 લાખ યુઝર્સ ભારતના

50 million users of Disney + streaming service, 8 million users in India
X
50 million users of Disney + streaming service, 8 million users in India

  • ભારતમાં ડિઝની+ સ્ટ્રિમિંગ સર્વિસ 3 એપ્રિલથી શરૂ થઈ
  • નવા યુઝર્સે વાર્ષિક VIP પ્લાન માટે 399 રૂપિયા અને પ્રિમિયમ માટે 1499 રૂપિયા આપવાના રહેશે

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 12:22 PM IST

ડિઝની+ સ્ટ્રિમિંગ અમેરિકામાં 5 મહિનાથી કાર્યરત છે. તેને હોટસ્ટાર પર ભારતમાં તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે. ધ વોલ્ટ ડિઝની કંપનીના જણાવ્યા અનુસાર આ સર્વિસના પેઈડ સબસ્ક્રાઈબર્સનો આંકડો 5 કરોડે પહોંચ્યો છે. તેમાંથી 80 લાખ કુલ યુઝર્સ ભારતમાં છે. તાજેતરમાં જ આ સર્વિસ ભારત સહિત 8 વેસ્ટર્ન યુરોપિયન દેશોમાં લોન્ચ કરવામાં આવી છે.

ભારતમાં હોટસ્ટાર 5 વર્ષથી કાર્યરત છે. ભારતમાં 20 લાખ પેઈડ મ્યૂઝિક અને વીડિયો સબસ્ક્રાઈબર્સ છે. ડિઝની પ્લસ સર્વિસ ભારતમાં હોટસ્ટાર પર 3 એપ્રિલે લોન્ચ થઈ છે. હવે તે અપગ્રેડ થઈને ડિઝની પ્લસ હોટસ્ટાર બની છે.

ડિઝની પ્લસ સર્વિસના 3 ડઝનથી વધારે ઈન્ટરનેશનલ અને લોકલ કમ્પિટિટર્સ છે. તેમાં ભારતમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો, MX પ્લેયર, Zee5, અલ્ટ બાલાજી સામેલ છે.

પ્લાન

ડિઝની પ્લસ સર્વિસ માટે હોટસ્ટારના VIP અને પ્રિમિયમ સબક્રાઈબર્સે કોઈ ચાર્જ આપવો નહીં પડે. જોકે નવા યુઝર્સને એડિશનલ ચાર્જ સાથે આ સબસ્ક્રિપ્શન મળશે. ડિઝની પ્લસ હોટસ્ટારના વાર્ષિક પ્લાનમાં VIP માટે 399 રૂપિયા અને પ્રિમિયમ માટે 1499 રૂપિયા આપવાના રહેશે. VIP સબસ્ક્રાઈબર્સને માર્વેલ યુનિવર્સ અને સુપરહીરોની મૂવીઝ અને સિરીઝ તેમજ બોલિવૂડ અને હોલિવૂડની કેટલીક મૂવીઝનો એક્સેસ મળશે. જ્યારે પ્રિમિયમ યુઝર્સને VIPને મળતા એક્સેસ ઉપરાંત 29 કરતા વધારે ડિઝની ઓરિજનલ કન્ટેન્ટ અને લેટેસ્ટ અમેરિકાના શૉનો એક્સેસ મળશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી