CES 2022નાં ગેજેટ્સ:આ સ્માર્ટ ઓશિકાંથી નસકોરાંમાંથી છૂટકારો મળશે તો હાઈટેક સ્ક્રીન પર વર્ચ્યુઅલ કોસ્ટ રાઈડ કરી શકાશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના લાસ વેગસમાં દુનિયાનો સૌથી મોટો કન્ઝ્યુમર ઈલ્ક્ટ્રોનિક્સ શૉ CES 2022 પૂરો થયો છે. 3 દિવસ સુધી ચાલનારા આ શૉમાં પ્રો લેવલનાં ગેજેટ્સ અને ટેક્નોલોજી શૉ થઈ છે. મશીન તમારાં નસકોરાં દૂર કરશે તો 90 ડિગ્રી સુધી વેન રોટેટ કરી શકાશે. શૉમાં શૉકેઝ થયેલો રોબોટ મસાજ આપે છે. CES 2022માં ટોક ઓફ ધ ટાઉન બનેલા ગેજેટ્સ પર એક નજર કરીએ....

1. મસાજ કરતો રોબોટ

CES 2022માં રજૂ થયેલો એક રોબોટ તમને સરસ મસાજ કરી આપશે. મસાજ માટે રોબોટિક્સ બૂથ મળે છે. આ રોબોટ આખા શરીર પર મસાજ કરે છે.

2. આ ઓશિકાંથી નસકોરાં નહિ લેવાય

ગ્રે કલરના કવરથી ઢંકાયેલું આ કોઈ સામાન્ય ઓશિકું નહિ પરંતુ સ્માર્ટ ઓશિકું છે. આ સ્માર્ટ ઓશિકું યુઝરને નસકોરાં નહિ લેવા દે.

3. 0% ઉત્સર્જન કરતી ફ્લાઈિંગ કાર

સ્કાઈડ્રાઈવ કંપનીએ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર તૈયાર કરી છે. કંપનીનો દાવો છે કે આ ફ્લાઈંગ કાર 0% ઉત્સર્જન કરે છે.

4. વર્ચ્યુઅલ કોસ્ટ રાઈડ

આ ટેક્નોલોજીની મદદથી યુઝરને રિયલ ટાઈમ કોસ્ટ રાઈડિંગનો અનુભવ મળશે.

5. હ્યુન્ડાઈની 90 ડિગ્રી રોટેટ થતી વેન
હ્યુન્ડાઈએ M. વિઝન POP નામનું ઈલેક્ટ્રિક વ્હીકલ શૉકેસ કર્યું છે. તેનાં વ્હીલ્સ 90 ડિગ્રી સુધી રોટેટ થાય છે. તેની મદદથી વેનને 360 ડિગ્રી સુધી રોટેટ કરી શકાય છે. આ હાઈડ્રોજન ફ્યુલ સેલ ઈલેક્ટ્રિક વ્હીકલ છે.