• Gujarati News
  • Utility
  • Gadgets
  • 5 New Products Launched In India, Including Itel Ultra Slim Powerbanks, HP Desktop With Pop Up Camera And Lenovo Dual Screen Laptops, Know Price And Features

પ્રોડક્ટ લોન્ચ:અલ્ટ્રા સિમ પાવરબેંક, પોપ અપ કેમેરાવાળું ડેસ્કટોપ અને ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ સહિત ભારતમાં આ નવી 5 પ્રોડક્ટ લોન્ચ થઈ, જાણો તમામ પ્રોડક્ટની કિંમત અને તેનાં ફીચર્સ વિશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • hp AIO 24 અને hp પવેલિયન 27 બંને લેપટોપમાં પોપ અપ વેબકેમ સપોર્ટ મળશે
  • આઈટેલે 599 રૂપિયાનું બ્લુટૂથ હેડસેટ અને 949 રૂપિયાની અલ્ટ્રા સ્લિમ પાવરબેંક લોન્ચ કરી

ગુરુવારે ટેક સેગમેન્ટમાં ઘણી કંપનીઓએ તેમની પ્રોડક્ટ લોન્ચ કરી છે. લેનોવો અને hpએ નવાં અને ઈનોવેટિવ કમ્પ્યૂટર્સ લોન્ચ કર્યાં તો મોટોરોલા અને આઈટેલે પણ તેની પ્રોડક્ટ લોન્ચ કરી છે. તો આવો જાણીએ આ તમામ પ્રોડક્ટની કિંમત, ફીચર્સ અને તેનાં સ્પેસિફિકેશન વિશે...

1. hpએ તેના પોપઅપ કેમેરા ધરાવતા 2 કમ્પ્યૂટર લોન્ચ કર્યાં

  • hpએ તેની AIO (ઓલ ઈન વન) રેન્જ વધારતા 2 નવા કમ્પ્યૂટર લોન્ચ કર્યાં છે. તેમાં hp AIO 24 અને પવેલિયન 27 સામેલ છે. નવું AIO પીસી એમેઝોન એલેક્સા ઈન્ટિગ્રેશન અને HD પોપ અપ વેબકેમ સાથે આવે છે.
  • hp AIO 24માં 10th જનરેશન ઈન્ટેલ કોર i5 પ્રોસેસર અને પવેલિયન 27માં 10th જનરેશન ઈન્ટેલ કોર i7 પ્રોસેસર મળે છે. બંને પીસીમાં ડ્યુઅલ માઈક્રોફોન, ઈન બિલ્ટ સ્પીકર્સ અને ડેડિકેટેડ ગ્રાફિક્સ સપોર્ટ મળે છે. પવેલિયન 27માં ટચસ્ક્રીન સપોર્ટ પણ મળે છે.
  • પવેલિયન 27ની પ્રારંભિક કિંમત 99,999 રૂપિયા અને hp AIO 24ની પારંભિક કિંમત 64,999 રૂપિયા છે. બંને મોડેલને કંપનીના રિટેલ સ્ટોર અને ઓનલાઈન સ્ટોરથી ખરીદી શકાશે.

2. લેનોવોએ પણ 2 સ્ક્રીનવાળું લેપટોપ લોન્ચ કર્યાં

  • લેનોવોએ ભારતમાં ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ લેનોવો થિંકબુક પ્લસ લોન્ચ કર્યું છે. ઈનોવેટિવ ઈ-ઈંક કવર ડિસ્પ્લેવાળા આ લેપટોપની કિંમત 1,12,690 રૂપિયા છે. તેનું આયરન ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે. પ્રથમ વાર તેને CES 2020માં શૉ કેસ કરવામાં આવ્યું હતું. તેમાં 10.8 ઈંચની ઈ ઈંક-ડિસ્પ્લે મળે છે, જે લિડના ટોપ પર લાગેલી છે. લેપટોપમાં પેન સપોર્ટ પણ મળશે, જેનાથી ઉપર આપેલી સ્ક્રીન પર નોટ્સ લખી શકાશે.
  • લેપટોપમાં 13.3 ઈંચની ફુલ HD ડિસ્પ્લે છે. તેમાં 8GB રેમ, 512GB સ્ટોરેજ અને 10th જનરેશન ઈન્ટેલ i7 કોર પ્રોસેસર મળે છે, જે ઈન્ટિગ્રેટેડ ગ્રાફિક્સ સાથે આવે છે. તેમાં હરમન કારડોન સ્પીકર આપવામાં આવ્યા છે, જે ડોલ્બી ઓડિયો સપોર્ટ કરે છે. તેમાં એલેક્સા વોઈસ અસિસ્ટન્ટ સપોર્ટ પણ મળે છે. કંપનીનો દાવો છે કે, તેમાં 10 કલાકની બેટરી લાઈફ અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.

3. મોટોરોલાએ સસ્તો સ્માર્ટફોન મોટો e7 પ્લસ લોન્ચ કર્યો

  • મોટોરોલા એ બુધવારે તેનો સસ્તો સ્માર્ટફોન મોટો e7 પ્લસ લોન્ચ કર્યો છે. ફોનમાં સ્ક્વેર શૅપ રિઅર કેમેરા મોડ્યુલ મળે છે. ફોન વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે સાથે આવે છે.
  • કંપનીએ તેનું 4GB+64GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની કિંમત 9499 રૂપિયા છે. ફોનનાં મિસ્ટી બ્લૂ અને ટ્વિલાઈટ ઓરેન્જ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
  • ફોનનો પ્રથમ સેલ 30 સપ્ટેમ્બરે ફ્લિપકાર્ટ પર યોજાશે.
  • ફોનમાં 6.5 ઈંચની HD+ મેક્સ વિઝન ડિસ્પ્લે અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 460 પ્રોસેસર મળશે. તે એન્ડ્રોઈડ 10 OS પર કામ કરે છે. ફોટોગ્રાફી માટે તેમાં 48MPના પ્રાઈમરી કેમેરા સાથે 2MPનો સેકન્ડરી લેન્સ મળે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.

4. આઈટેલે સુપર સ્લિમ પાવરબેંક લોન્ચ કરી

  • આઈટેલે ભારતમાં પોતાના પ્રોડક્ટની રેન્જ વધારીને સુપર સ્લિમ પાવરબેંક IPP-51 લોન્ચ કરી છે, તેની કિંમત 949 રૂપિયા છે. તેની જાડાઈ માત્ર 15.4 mm છે.
  • પાવરબેંક સ્ટાઇલિશ ડિઝાઈન અને LED ઈન્ડીકેટર્સ સાથે મલ્ટી-પ્રોટેક્શન સેલ્ફી સિસ્ટથી સજ્જ છે. તે ઓવર-વોલ્ટેજ, ઓવર-કરંટ, શોર્ટ-સર્કિટ જેવી ઘટનાઓથી બચાવવામાં સક્ષમ છે.
  • તેની ક્ષમતા 10000mAhની છે, તેમાં 2.1Aફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. પાવરબેંક ડ્યુઅલ ઈનપુટ પોર્ટ (માઈક્રો USB અને USB-ટાઈપ C) અને ડ્યુઅલ આઉટપુટ USB પોર્ટ સાથે આવે છે, તે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
  • તેમાં લિથિયમ પોલિમર બેટરી છે, કંપનીનો દાવો છે કે, હાઈ-સ્પીડ ચાર્જિંગ ટેક્નોલોજીને લીધે તે બે ડિવાઈસને એકસાથે ઝડપથી ચાર્જ કરી શકે છે.

5. હેન્ડ્સફ્રી કોલિંગ માટે સસ્તા બ્લુટૂથ હેડસેટ

  • પાવરબેંકની સાથે આઈટેલે સસ્તું બ્લુટૂથ હેડસેટ IEB-32 પણ લોન્ચ કર્યું છે. તેની કિંમત 499 રૂપિયા છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેમાં HD વોઈસ ટેક્નોલોજીથી સારી સાઉન્ડ ક્વોલિટી મળે છે.
  • સ્માર્ટફોન કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0 ટેક્નોલોજીનો સપોર્ટ મળે છે, જેમાં કોલ્સ અને મ્યુઝિકનો આનંદ લઇ શકાય છે. કોલ્સ અને વોલ્યુમ મેનેજ કરવા તેમાં અલગ-અલગ બટન આપ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે, સિંગલ ચાર્જમાં તેમાં 125 કલાક સ્ટેન્ડબાય ટાઈમ અથવા 7.5 કલાક કોલિંગ અથવા 7 કલાક સુધી સોંગ સાંભળી શકાય છે.
અન્ય સમાચારો પણ છે...