તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • 5 Cheapest Tablet Under 10k| From Movie Gaming To Work From Home, These 5 Cheapest Tablets Will Support You In Every Task, See The List Which Is Perfect In Your Budget

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુઝફુલ ગેજેટ:મૂવી-ગેમિંગથી લઈને વર્ક ફ્રોમ હોમ સુધી, દરેક કામમાં કામ આવશે આ 5 સસ્તાં ટેબ્લેટ, લિસ્ટમાં જુઓ તમારા બજેટમાં કયું પરફેક્ટ છે

7 મહિનો પહેલા
  • સેમસંગ ટેબ M7 લિસ્ટમાંથી સૌથી સસ્તું ટેબ્લેટ છે, તેની કિંમત 5799 રૂપિયા છે
  • સેમસંગ ગેલેક્સી ટેબ Aની કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી છે, તેમાં 5100mAhની બેટરી મળે છે

ફ્રી ટાઈમમાં મૂવી જોવી હોય કે ઓનલાઈન સ્ટડી કરવાની હોય કે પછી વર્ક ફ્રોમ હોમ માટે ટેબ્લેટ ઘણું કામમાં આવે છે. મોટી સ્ક્રીન હોવાને લીધે તેમાં સરળતાથી બધા કામ થાય છે. ટેબ્લેટમાં ડોક્યુમેન્ટ વ્યૂનો સારો એક્સપિરિઅન્સ મળે છે. જો તમે પણ એન્ટરટેનમેન્ટ, સ્ટડી અથવા વર્ક ફ્રોમ હોમ માટે સસ્તાં ટેબ્લેટની શોધમાં છો તો અમે તમારા માટે લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં તમામ ટેબ્લેટની કિંમત 10 હજાર રુપિયા કરતાં ઓછી છે...

1. લેનોવો ટેબ M7

  • લેનોવો ટેબ M7 લિસ્ટમાં સામેલ સૌથી સસ્તું ટેબ્લેટ છે. ફ્લિપકાર્ટ પર તેની કિંમત 5799 રૂપિયા છે. તેમાં 1GBની રેમ અને 8GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. ગેમિંગ, મૂવી અને સ્ટડી કરવા માટે તેમાં 7 ઈંચની IPS LED ડિસ્પ્લે મળે છે.
  • આ ટેબ્લેટ એન્ડ્રોઈડ 9 પાઈ અને મીડિયાટેક MT8321ક્વૉડકોર પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 3500mAhની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે તે 10 કલાકનો પ્લે ટાઈમ આપે છે.
  • ફોટોગ્રાફી માટે તેમાં 2MPનો રિઅર અને 2MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈનો ઓપ્શન મળે છે. તેમાં સિમકાર્ડ સપોર્ટ નહિ મળે. જોકે તેમાં માઈક્રો USB અને 3.5mm ઓડિયો જેક મળે છે. સ્ટોરેજને 128GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

2. IKall N11

  • આઈકાલનું આ ટેબ્લેટ સારી ડિઝાઈન સાથે આવે છે. તે રેડ અને બ્લૂ એમ બે કલર કોમ્બિનેશન સાથે આવે છે. તેમાં વાઈફાઈ સાથે 4G કનેક્ટિવિટી પણ મળે છે. તે ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે.
  • ટેબ્લેટમાં 4GBની રેમ અને 32GBનું સ્ટોરેજ મળે છે. તે એન્ડ્રોઈડ 6.0 માર્શમેલૉ અને સ્પેક્ટ્રમ SC9832A પ્રોસેસરથી સજ્જ છે. ગ્રાફિક્સ માટે તેમાં બિલ્ટ ઈન GPU મળે છે.
  • ટેબમાં 7 ઈંચની IPS LCD ડિસ્પ્લે અને 3000mAhની બેટરી મળે છે. તેમાં માઈક્રો USB ચાર્જિંગ પોર્ટ મળે છે. ફોટોગ્રાફી માટે તેમાં 5MPનો રિઅર અને 2MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.

3. લેનોવો ટેબ E8

  • લેનોવોના આ ટેબમાં 8 ઇંચ મોટી HD IPS LCD ડિસ્પ્લે છે. ફ્લિપકાર્ટ પર 7999 રૂપિયાની કિંમતમાં વેચાણ માટે અવેલેબલ છે. તેમાં માત્ર Wi-Fi ક્નેક્ટિવિટીનો ઓપ્શન મળશે.
  • ટેબમાં 2GBની રેમ અને 16GBનું સ્ટોરેજ મળશે, માઈક્રો SD કાર્ડથી સ્ટોરેજ 128GB સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફી માટે તેમાં 5MPનો મેન કેમેરા અને 2MPનો સેલ્ફી કેમેરા છે.
  • ટેબ એન્ડ્રોઈડ 7.0 નોગટ પર કામ કરે છે અને મીડિયાટેક (MT8163B)ક્વાડ પ્રોસેસર છે. તેમાં 4850mAhની મોટી બેટરી છે. કંપનીએ દાવો કર્યો છે કે, ફુલ ચાર્જ કરવા પર તેમાં 10 કલાક સુધીનો પ્લેટાઈમ કે 10 કલાક સુધીનો ઇન્ટરનેટ બ્રાઉઝિંગ સમય મળે છે.

4. IKall N10

  • લિસ્ટમાં સામેલ IKall N10માં 10 ઇંચની ડિસ્પ્લે છે. ફ્લિપકાર્ટ પર તે 8499 રૂપિયામાં અવેલેબલ છે. ખાસ વાત તો એ છે કે, તેમાં Wi-Fi અને 4G ક્નેક્ટિવિટી એમ બંને ઓપ્શન મળે છે.
  • ટેબમાં 1 GB રેમ અને 16 GBનું સ્ટોરેજ મળે છે. તેમાં 4000mAhની બેટરી છે. ટેબ એન્ડ્રોઈડ 6.0 માર્શમેલૉ પર કામ કરે છે. ફોટોગ્રાફી માટે તેમાં 5MPનો પ્રાઈમરી કેમેરા અને 2MPનો ફ્રન્ટ કેમેરા છે.

5. સેમસંગ ગેલેક્સી ટેબ A

  • આ ટેબ્લેટનાં વાઈ ફાઈ ઓનલી વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે. LTE વેરિઅન્ટની કિંમત 12 હજાર રૂપિયા સુધીની છે. ફ્લિપકાર્ટ પર ટેબ્લેટ પર અલગ અલગ ઓફર્સ મળી રહી છે.
  • તેમાં 2GB રેમ અને 32GBનું સ્ટોરેજ મળે છે. માઈક્રો SD કાર્ડની મદદથી 512GB સુધી મેમરી એક્સપાન્ડ કરી શકાય છે.
  • તેમાં 8 ઈંચની ડિસ્પ્લે, 8MPનો મેઈન કેમેરા, 5100mAhની બેટરી અને એન્ડ્રોઈડ 9 પાઈ સપોર્ટ મળે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો