તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • 5 Best Water Purifiers|These 5 Water Purifiers Will Take Special Care Of Your And Family's Health, See Which Is Better For You In The List

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક બાઈંગ ગાઈડ:તમારા પરિવારનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે આ 5 વૉટર પ્યોરિફાયર, જાણો તમારે માટે કયું બેસ્ટ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિસ્ટમાં A.O. સ્મિથ ઝેડ 1 સૌથી સસ્તું વૉટર પ્યોરિફાયર, તેની કિંમત 15,490 રૂપિયા છે
  • હેવલ્સે તાજેતરમાં જ નવું ડિલાઈટ આલ્કલાઈન વૉટર પ્યોરિફાયર લોન્ચ કર્યું

વધતા જતાં પ્રદૂષણને લીધે સ્વચ્છ પાણીની જરૂરિયાત પૂરી કરવા વૉટર પ્યોરિફાયર આવશ્યક બન્યું છે. સ્વચ્છ પાણી ન માત્ર ઘણા પ્રકારની બીમારીથી બચાવે છે બલકે ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ કરવામાં પણ મદદ કરે છે. એક સારું પ્યોરિફાયર પાણીમાં રહેલી તમામ અશુદ્ધિઓ દૂર કરે છે, જેમ કે સસ્પેન્ડેડ પાર્ટિકલ, માઈક્રોબ્સ, કાઈ, વાઈરસ અને ફંગસ.

મહામારી આવ્યા પછી લોકો પહેલાં કરતાં સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ થયા છે. લોકો હવે પોતાને ફિટ રાખવા માટે અનેક સંશાધનો વસાવી રહ્યા છે. માર્કેટમાં વૉટર પ્યોરિફાયરની મોટી રેન્જ અવેલેબલ છે. તેવામાં જો તમે કન્ફ્યુઝ છો કે કયું વૉટર પ્યોરિફાયર સારું છે તો અમે તમારા માટે 5 વૉટર પ્યોરિફાયરનું લિસ્ટ તૈયાર કર્યું છે. તેથી તમે નક્કી કરી શકો કે તમારા માટે કયું બેસ્ટ રહેશે...

1. A.O. સ્મિથ ઝેડ 1 વૉટર પ્યોરિફાયર
કિંમત: 15,490 રૂપિયા

  • A.O. સ્મિથ ઝેડ 1 UV+UF પ્યોરિફાઈડ વૉટર પ્યોરિફાયર છે. કંપનીએ તેને સ્ટાઈલિશ લુક આપ્યું છે. તે ઘરની સુંદરતામાં વધારો કરે છે. તે નાઈટ અસિસ્ટન્ટ ફીચર અને UV પ્યોરિફાઈડ ગરમ પાણીના ઓપ્શન સાથે અવેલેબલ છે. (45 ડિગ્રી સેલ્સિયસ અને 80 ડિગ્રી સેલ્સિયસ)
  • આ વૉટર પ્યોરિફાયર સુનિશ્ચિત કરે છે કે તમને સ્વસ્છ પાણી મળે અને ઓછા TDS વાળુ પાણી મળી રહે.

2. કેન્ટ ગ્રેન્ડ+RO વૉટર પ્યોરિફાયર
કિંમત: 20,500 રૂપિયા

  • આ પ્રોડક્ટ RO+UV+UF+TDS કન્ટ્રોલ દ્વારા અનેક પ્યોરિફિકેશન આપે છે જે, લિક્વિડ ફોર્મમાં રહેલી અશુદ્ધિઓ જેમ કે, રસાયણ, બેક્ટેરિયા, વાઈરસ અને લવણો (Salts)ને પણ સાફ કરે છે અને 100% શુદ્ધ જળ પ્રદાન કરે છે જે પાણી માટે સુરક્ષિત હોય છે.
  • આ પ્યોરિફેકશન પ્રોસેસમાં પાણીનું એક ટીપું પણ વેડફતું નથી. તેમાં 2 લેવલે ફિલ્ટરેશન પ્રક્રિયા થાય છે. જેમાં વિટાશિલ્ડ IPS અને ટ્રુ HEPA ફિલ્ટર અને એક એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર મળે છે.

3. ડૉ. એક્વાગાર્ડ મેગ્ના નેક્સ્ટ HD RO+UV વૉટર પ્યોરિફાયર
કિંમત: 20,990 રૂપિયા

  • આ એક યુનિવર્સલ વૉટર પ્યોરિફાયર છે, જે સારી ફિલ્ટરેશન પ્રોસેસ આપે છે. તે પાણીની ગુણવત્તા સમજી પાણી સાફ કરે છે.
  • ઈનટ્યુટિવ LED ડિસ્પ્લે, ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક પ્રમાણિત પ્યોરિફેકેશન કાર્ટિઝથી યુક્ત, આ પ્રોડક્ટ સાથે કંપની દાવો કરે છે કે આ પ્રોડક્ટ સ્વચ્છ અને શુદ્ધ પાણી આપશે અથવા પાણી જ નહિ આપે. તે TDS 1-2000 મિલિગ્રામ પ્રતિ લીટરનો દાવો કરે છે.

4. યુરેકા ફોર્બ્સ એક્વાશ્યોર ડિલાઈટ RO+UV+MTDS વૉટર પ્યોરિફાયર
કિંમત: 26,990 રૂપિયા

  • આ પ્રોડક્ટ સુનિશ્ચિત કરે છે કે તે ખૂબ ઓછું પાણી વેડફે છે. તેની મિકેનિઝ્મ પાણીમાં TDSના લેવલને મેન્યુઅલી એડ્જસ્ટ કરે છે. તેથી તમને સ્વસ્થ, સુરક્ષિત અને સ્વાદિષ્ટ પાણી મળી રહે. તેની કોમ્પેક્ટ ડિઝાઈન શહેરના ઘરોની જરૂરિયાતો પ્રમાણે રસોડામાં રાખવા અથવા દિવાલ પર લગાવવા માટે કમ્પિટિબલ છે.

5. હેવલ્સ ડિલાઈટ આલ્કલાઈન વૉટર પ્યોરિફાયર- હાઈ રિકવરી
કિંમત: 25,499 રૂપિયા

  • આ વૉટર પ્યોરિફાયર બેઝ અને વ્હાઈટ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. તે ઈકો ફ્રેન્ડલી વૉટર પ્યોરિફાયર છે, જે 50%થી વધારે પાણીની બચત કરે છે કારણ કે કે ઈન્લેટ પાણીના 50%થી વધારે પ્રોસેસર કરે છે. જ્યારે સામાન્ય વૉટર પ્યોરિફાયર ઈન્લેટ પાણીના આશરે 70%ને પ્રોસેસ કરે છે.
  • હેવલ્સનું આ વૉટર પ્યોરિફાયર ઓછા ઓક્સીડેશન રિડક્શન પોટેન્શિયલ સુનિશ્ચિત કરે છે, જેનું પરિણામ સ્વરૂપ એન્ટિઓક્સીડન્ટ પાણી મળે છે, જે શરીર માટે સારું રહે છે. આલ્કલાઈન વૉટર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને બેક્ટેરિયા અને વાઈરસથી થતી બીમારીનો સામનો કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો