નવું વેરિઅન્ટ:'ટેક્નો સ્પાર્ક 8'નું 4GB રેમ વેરિઅન્ટ લોન્ચ થયું, 5000mAhની બેટરી ફુલ ચાર્જમાં 65 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ આપશે

9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોન્ચિંગ ઓફર હેઠળ ફોનની ખરીદી સાથે 799 રૂપિયાના બ્લુટૂથ ઈયરપીસ ફ્રીમાં મળશે
 • ફોનમાં 16MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 8MPનો ફ્રન્ટ કેમેરા છે

સારી એવી રેમ અને સ્ટોરેજ સાથે તમારા બેજટમાં પરવડે તેમા સ્માર્ટફોનની તમે શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. ટેક્નોએ તેની પોપ્યુલર સિરીઝ 'સ્પાર્ક 8'નું લેટેસ્ટ 4GB રેમ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ ફોનમાં 6.56 ઈંચની ડિસ્પ્લે અને 16MPનો ડ્યુઅર રિઅર કેમેરા છે. નવાં વેરિઅન્ટમાં કંપનીએ ભારતીય ભાષાઓનો સપોર્ટ આપ્યો છે.

કિંમત અને અવેલેબિલિટી

ભારતમાં ટેક્નો સ્પાર્ક 8નાં 4GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે. ફોનનાં એટલાન્ટિક બ્લૂ, આઈરિસ પર્પલ અને ટોરકોઈઝ સ્યાન કલર વેરિઅન્ટ અવેલેબલ છે. લોન્ચિંગ ઓફર હેઠળ ફોનની ખરીદી સાથે 799 રૂપિયાના ફ્રી બ્લુટૂથ ઈયરપીસ અને વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ મળશે. દેશના તમામ રિટેલ સ્ટોર્સ પરથી ફોન ખરીદી માટે ઉપલબ્ધ છે.

ટેક્નો સ્પાર્ક 8નાં 2GB+64GB વેરિઅન્ટની કિંમત 7999 રૂપિયા અને 3GB+32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9299 રૂપિયા છે. આ બંને વેરિઅન્ટ પહેલાંથી ખરીદી માટે અવેલેબલ છે.

ટેક્નો સ્પાર્ક 8નાં ફીચર્સ

 • 'ટેક્નો સ્પાર્ક 8' એન્ડ્રોઈડ 11 ગો એડિશન પર રન કરે છે. તે ડ્યુઅલ સિમ સપોર્ટ ધરાવે છે.
 • ફોનમાં 6.56 ઈંચની HD+ ડોટ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 720×1612 પિક્સલ છે.
 • ફોનને પાવર આપવા માટે તેમાં મીડિયા ટેક હીલિયો G25 ગેમિંગ પ્રોસેસર મળે છે. આ પ્રોસેસર યુઝર્સને સારો ગેમિંગ એક્સપિરિઅન્સ આપે છે.
 • વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે ફોનમાં 16MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને એક AI લેન્સ મળે છે. ફોનનો કેમેરા AI બ્યુટી, સ્માઈલ શોટ, AI પોટ્રેટ, HDR, AR શોટ, ફિલ્ટર, ટાઈમ લેપ્સ, પેનોરામા અને સ્લો મોશન સહિતના ફીચર્સ સપોર્ટ કરે છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે.
 • પાવર બેકઅપ માટે ફોનમાં 5,000mAhની બેટરી મળે છે. તે સિંગલ ચાર્જ પર 65 દિવસનો સ્ટેન્ડ બાય ટાઈમ આપે છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
 • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, GPS અને બ્લુટૂથ 5.0 સહિતનાં ઓપ્શન મળે છે.