ન્યૂ લોન્ચ:પોકો M3નું 4GB રેમ વેરિઅન્ટ લોન્ચ થયું; 6,000mAhની બેટરી અને 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે

2 વર્ષ પહેલા
  • ફોન ઓક્ટા કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસરથી સજ્જ છે
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે

પોકોએ તેનાં 'પોકો M3' સ્માર્ટફોનની કિંમત વધાર્યા બાદ 4GB રેમનું સસ્તું વેરિઅન્ટ ભારતમાં લોન્ચ કર્યું છે. તેની ખરીદી ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે. આ ફોન કંપનીએ આ વર્ષે જ ફેબ્રુઆરીમાં લોન્ચ કર્યો હતો. પહેલાં આ ફોનનાં 6GB રેમનાં બે વેરિઅન્ટ લોન્ચ થયાં હતાં. હવે કંપનીએ તેનું 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.

કિંમત
પોકો M3નાં નવાં વેરિઅન્ટ 4GB+64GBની કિંમત 10,499 રૂપિયા છે. કંપનીએ તેનાં 6GB+64GB અને 6GB+128GB વેરિઅન્ટની કિંમતમાં 500 રૂપિયાનો ભાવવધારો કર્યો છે. હવે તેની કિંમત 11,499 રૂપિયા અને 12,499 રૂપિયા થઈ છે. સ્માર્ટફોનનાં પોકો યલો, પાવર બ્લેક અને કૂલ બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

પોકો M3નાં સ્પેસિફિકેશન

  • ફોનનાં નવાં વેરિઅન્ટમાં માત્ર રેમ અને સ્ટોરેજનું અંતર છે. ફોનનાં બાકીનાં સ્પેસિફિકેશન જૂનાં વેરિઅન્ટ જેવાં જ છે.
  • ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 10 બેઝ઼્ડ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.
  • ફોનમાં 6.53 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1,080x2,340 પિક્સલ છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યું છે. તેમાં ઓક્ટા કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર સાથે 4GBની રેમ મળે છે.
  • ફોનમાં 48MP (પ્રાઈમરી લેન્સ)+ 2MP (મેક્રો લેન્સ)+ 2MP(ડેપ્શ સેન્સર)નું ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MPનો કેમેરા મળે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE, વાઈફાઈ, બ્લુટૂથ, GPS/ A-GPS, ઈન્ફ્રારેડ બ્લાસ્ટર, USB ટાઈપ સી પોર્ટ, 3.5mm હેડફોન જેક સહિતના ઓપ્શન મળે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. સારી સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં સ્ટીરિયો સ્પીકર્સ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.