તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • 4G User Base India Update; Data Traffic Increased By 60 Times Over Last 5 Years | India's Mobile Internet Usage

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોકિયાનો રિપોર્ટ:છેલ્લા 5 વર્ષમાં ડેટા ટ્રાફિક 60 ગણો વધ્યો, દેશમાં 4G યુઝર્સ 10 કરોડને પાર; યુઝર્સ સરેરાશ 5 કલાક ફોન પર પસાર કરી રહ્યા છે

25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દેશભરમાં કુલ ડેટા ટ્રાફિકમાં એકલા 4Gનો જ ફાળો આશરે 99%
 • દેશમાં હાલ 5G સર્વિસ લોન્ચ ન થઈ હોવા છતાં પહેલાંથી જ 20 લાખ 5G એક્ટિવ ડિવાઈસ

નોકિયાએ પોતાનો MBiT (મોબાઈલ બ્રોડબેન્ડ ઈન્ડિયા ટ્રાફિક ઈન્ડેક્સ) 2021નો રિપોર્ટ રજૂ કર્યો છે. તે પ્રમાણે, ભારતમાં છેલ્લા 5 વર્ષમાં ડેટા ટ્રાફિક આશરે 60 ગણા કરતાં પણ વધ્યો છે. તે ગ્લોબલી સૌથી વધારે ટ્રાફિક છે. 4G ડેટા કન્ઝપ્શન વધવાથી 2021માં ડેટા ટ્રાફિક યર ઓન યર આધારે 36% વધ્યો છે. આ દરમિયાન 10 કરોડ નવા 4G યુઝર્સ ઉમેરાવાથી આ યુઝર્સની સંખ્યા 70 કરોડને પાર થઈ છે.

દેશભરમાં કુલ ડેટા ટ્રાફિકમાં એકલા 4Gનો જ ફાળો આશરે 99% છે. 4G ડેટા ટ્રાફિકમાં મહાનગરોને બદલે A,B અને C વર્ગોમાં વધારો જોવા મળ્યો છે. રિપોર્ટમાં 5G અંગે એક રસપ્રદ ખુલાસો પણ થયો છે. દેશમાં હાલ 5G સર્વિસ લોન્ચ ન થઈ હોવા છતાં પહેલાંથી જ 20 લાખ 5G એક્ટિવ ડિવાઈસ છે.

ડેટા ટ્રાફિક હજુ વધશે
નોકિયાના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ અને ઈન્ડિયન માર્કેટ હેડ, સંજય મલિકે કહ્યું કે ભારતમાં ડિજિટલાઈઝેશન ઝડપથી વધી રહ્યું છે. તેને લીધે 5Gની સંભાવના ઘણી વધુ છે. દેશમાં બ્રોડબેન્ડને કારણે ડેટા કન્ઝપ્શનમાં વધારો થયો છે. આગામી દિવસોમાં IoT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ)ને કારણે હજુ ડેટા ટ્રાફિકમાં વધારો થશે.

ભારતીયો 5 કલાક ફોન પર પસાર કરે છે
રિપોર્ટ પ્રમાણે, મંથલી ડેટા કન્ઝપ્શન ડિસેમ્બર 2020માં 20%થી પણ વધારે ગ્રોથ સાથે 13.5GB સુધી પહોંચ્યું છે. તેનું મુખ્ય કારણ યુઝર્સ દ્વારા મોબાઈલ પર વીડિયો જોવાનું છે. મંથલી ડેટા ટ્રાફિક વધારવામાં ગ્રામીણ વિસ્તારોમાં નવા યુઝર્સનો પણ ફાળો રહ્યો છે. લોકો માટે મોબાઈલ એન્ટરટેઈનમેન્ટનો સૌથી મોટો સ્ત્રોત બન્યો છે.
ભારતીયો સરેરાશ દિવસમાં 5 કલાક ફોન પર પસાર કરે છે. ફોન પર સ્મોલ વીડિયો કન્ટેન્ટ સૌથી વધારે જોવાય છે. ઈન્ટરનેટ યુઝર્સની વધતી સંખ્યાને જોતા 2025 સુધી સ્મોલ કન્ટેન્ટ પર ખર્ચ થનારો સમય 4 ગણો વધી જશે.

4G ડિવાઈસમાં 93% શેર VoLTE હેન્ડસેટનો
રિપોર્ટ પ્રમાણે, 4G ડિવાઈસિસની સંખ્યા 60.7 કરોડ યુનિટને પાર થઈ છે. તો દેશમાં 77% વિસ્તારો સુધી 4G ડિવાઈસની પહોંચ થઈ ગઈ છે. LTE હેન્ડસેટમાં 93% શેર VoLTE ડિવાઈસિસનો છે. VoLTE હેન્ડસેટ પર ડેટાની મદદથી કોલિંગ કરી શકાય છે. 2021માં સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં 10ગણી વૃદ્ધિની સંભાવના છે. સસ્તાં 4G સ્માર્ટફોન લોન્ચ થવાથી ડેટા ટ્રાફિક પણ વધશે. હાલ ડેટાનો સૌથી વધુ ઉપયોગ OTT પ્લેટફોર્મ પર થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો