સ્માર્ટફોન ડીલ:5000 રૂપિયાથી ઓછી કિંમત ધરાવે છે આ 4G સ્માર્ટફોન, ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિઅર કેમેરા પણ મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જ્યારે આપણે સ્માર્ટફોનની ખરીદી કરીએ છીએ તો તેની કિંમત આપણા માટે વધારે મહત્ત્વની ગણાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ઓછી કિંમતમાં વધારે પાવરફુલ અને મલ્ટિપલ ફીચર્સવાળો સ્માર્ટફોન મળી જાય. ઈ કોમર્સ પ્લેટફોર્મ પર એવા ઘણા સ્માર્ટફોન છે, જે તમારી ડિમાન્ડને ઓછી કિંમતમાં પૂરી કરી શકે છે. અમે તમારા માટે આવા 5 સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ તમામ સ્માર્ટફોન 4G કનેક્ટિવિટી ધરાવે છે.

આ સ્માર્ટફોનની ખાસિયતો

  • લિસ્ટમાં સામેલ કેટલાક સ્માર્ટફોન ટ્રિપલ રિઅર કેમેરા ધરાવે છે, જે ફોટોગ્રાફીનો સારો એક્સપિરિઅન્સ આપે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટ કેમેરા પણ મળે છે.
  • આ સ્માર્ટફોન 4G નેટવર્ક સપોર્ટ કરે છે. તેવામાં તમે જિયો, એરટેલ, વોડાફોન આઈડિયા અથવા કોઈ પણ 4G નેટવર્કનો ઉપયોગ કરી શકો છો.
  • કેટલાક સ્માર્ટફોનમાં ડ્યુઅલ 4G સિમ સાથે મેમરી કાર્ડ પણ મળે છે. સિક્યોરિટી માટે ફિંગર પ્રિન્ટ સેન્સર પણ મળે છે.

1. સેમસંગ ગેલેક્સી M01

આ સ્માર્ટફોનમાં 5.3 ઈંચની ડિસ્પ્લે મળશે, જેનું રિઝોલ્યુશન 1480x720 પિક્સલ છે. ફોનમાં 1.5GHz મડિયાટેક MT6739WW ક્વૉડ કોર પ્રોસેસર મળે છે. તેમાં 1GBની રેમ અને 16GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. મેમરી કાર્ડની મદદથી સ્ટોરેજને 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોટોગ્રાફી માટે તેમાં 8MPનો રિઅર અને 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. તેમાં 3000mAhની બેટરી મળે છે.

2. સૂર્યા આઈસ્માર્ટ 58i

આ ફોનમાં 5.5 ઈંચની ડિસ્પ્લે મળે છે. તે 1920x1080 પિક્સલ રિઝોલ્યુશન ધરાવે છે. ફોનમાં 1.3GHz ક્વૉડ કોર મીડિયાટેક પ્રોસેસર મળે છે. તેમાં 2GB રેમ અને 16GB સ્ટોરેજ મળે છે. ફોનમાં 5MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને 2MPનો ફ્રન્ટ કેમરા છે. તેમાં 3000mAhની બેટરી મળે છે.

3. ઝેન એડમાયર શાઈન

આ સ્માર્ટફોનમાં 480x854 પિક્સલ રિઝોલ્યુશન ધરાવતી 4 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોન 1.5GHz Spreadtrum પ્રોસેસર મળે છે. તેમાં 1GBની રેમ અને 8GBનું સ્ટોરેજ મળે છે. મેમરી કાર્ડથી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાય છે. ફોટોગ્રાફી માટે 2MPનો રિઅર અને 2MPનો ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં 1750mAhની બેટરી મળે છે.

4. માઈક્રોમેક્સ ભારત 2 પ્લસ

આ સ્માર્ટફોનમાં 480x800 પિક્સલ રિઝોલ્યુશન ધરાવતી 4 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોન 1.2GHz ક્વૉડ કોર પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 1GBની રેમ અને 8GBનું સ્ટોરેજ મળે છે. મેમરી કાર્ડથી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાય છે. ફોટોગ્રાફી માટે 5MPનો રિઅર કેમેરા મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટ કેમેરા પણ છે. ફોનમાં 1600mAhની બેટરી મળે છે.

5. આઈકોલ K600

આ ફોનમાં 5 ઈંચની ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 480X854 પિક્સલ છે. ફોનમાં 1.3GHz ક્વૉડ કોર પ્રોસેસર મળે છે. તેમાં 2GBની રેમ અને 16GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. મેમરી કાર્ડની મદદથી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાશે. ફોટોગ્રાફી માટે 5MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને 2MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં 2200mAhની બેટરી મળે છે.

નોંધ: આ તમામ કિંમતો ઓનલાઈન પ્લેટફોર્મ પરથી લેવામાં આવી છે. વિવિધ વેબસાઈટ પર કિંમતો અલગ અલગ હોઈ શકે છે.