તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ ડિસ્કાઉન્ટ:47 હજારનો ગેમિંગ સ્માર્ટફોન ‘આસુસ ROG ફોન 3’ હવે 29 હજારમાં ખરીદી શકાશે, જાણો સંપૂર્ણ ડીલ

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંપનીએ ફોનના ત્રણેય વેરિઅન્ટની કિંમતમાં કાયમી ધોરણે 3,000 રૂપિયાનો ઘટાડો કર્યો
 • ઈ-કોમર્સ સાઈટ ફોન પર 14,850 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે

પોપ્યુલર અને પ્રીમિયમ ગેમિંગ સ્માર્ટફોન 'આસુસ રોગ ફોન 3' ના તમામ વેરિઅન્ટની કિંમતમાં કંપનીએ 3 હજાર રૂપિયા ઘટાડ્યા છે. ઘટાડા બાદ તેની પ્રારંભિક કિંમત 46999 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 49,999 રૂપિયા હતી. પ્રાઈસ કટ ઉપરાંત, ફોન ઘણી એડિશનલ ઓફર્સની સાથે ફ્લિપકાર્ટ બિગ દિવાલી સેલ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. તેમાં પસંદગીના બેંક કાર્ડ પર 9 મહિના સુધી નો કોસ્ટ EMI ઓપ્શન અને ઈન્સ્ટન્ટ કેશબેકની સુવિધા આપવામાં આવી રહી છે.

આસુસ રોગ ફોન 3ઃ ભારતમાં કિંમત અને ઓફર્સ

 • ઘટાડા બાદ આસુસ રોગ ફોન 3ની કિંમતમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. હવે આ ફોનના બેઝ 8GB + 128GB સ્ટોરેજ મોડેલની કિંમત 46,999 રૂપિયા, 12GB + 256GB સ્ટોરેજ મોડેલની કિંમત 49,999 અને ટોપ 12GB + 2568GB સ્ટોરેજ મોડેલ માટેની કિંમત 54,999 રૂપિયા થઈ ગઈ છે.
 • ભારતમાં ત્રણેય વેરિઅન્ટની કિંમતમાં કંપનીએ કાયમી ધોરણે 3,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ફોન માત્ર સિંગલ બ્લેક કલર ઓપ્શનની સાથે ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.
 • ફ્લિપકાર્ટ બિગ દિવાલી સેલ દરમિયાન સેલ ઓફરમાં બજાજ ફિનસર્વ, ફ્લિપકાર્ટ કાર્ડલેસ ક્રેડિટ માટે ત્રણ, છ અને નવ મહિનાના નો-કોસ્ટ EMI ઓપ્શન અને ફ્લિપકાર્ટની સાથે ભાગીદારી કરનારી તમામ બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સામેલ છે.
 • તે ઉપરાંત 4 નવેમ્બરથી શરૂ થતા ફ્લિપકાર્ટ બિગ દિવાલી સેલ દરમિયાન આસુસ રોગ ફોન 3ના ખરીદારો એક્સિસ બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.
 • ઈ-કોમર્સ સાઈટ ફોન પર 14,850 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે.
 • એટલે કે, 3 હજાર રૂપિયાનો ઘટાડો, 14850 રૂપિયા એક્સચેન્જ બોનસ અને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકાય છે, તેમજ આસુસ રોગ ફોન 3ના બેઝ મોડેલને માત્ર 28934 રૂપિયામાં ખરીદી શકાશે.
 • (નોંધઃ એક્સચેન્જ બોનસની રકમ, જુના ફોનના મોડેલ-કંડીશન પર આધાર રાખશે)

આસુસ રોગ ફોન 3ઃ બેઝિક સ્પેસિફિકેશન

 • સ્પેસિફિકેશનની વાત કરીએ તો, આસુસ રોગ ફોન 3 એન્ડ્રોઈડ 10 પર બેસ્ડ રોગ UI પર કામ કરે છે.
 • ફોનમાં 6.59 ઈંચની ફુલ HD+ (1080x2340 પિક્સલ) AMOLED ડિસ્પ્લે છે જે 144Hz રિફ્રેશ રેટની સાથે આવે છે.
 • ફોનમાં સ્નેપડ્રેગન 865+ પ્રોસેસર છે, જે 12GB રેમ અને 256GB સ્ટોરેજની સાથે આવે છે
 • ફોનમાં 64MP (મેગાપિક્સલ) પ્રાઈમરી સેન્સર, 13MP સેકન્ડરી સેન્સર અને 5MP ત્રીજો સેન્સર છે.
 • સેલ્ફી માટે ફ્રન્ટમાં 24MP સેન્સર પણ છે. તેમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.
 • ફોનમાં 6000mAh બેટરી આપવામાં આવી છે જે 30W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
 • કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, 4G LTE, વાઈ-ફાઈ 6, બ્લૂટૂથ 5.1, GPS/A-GPS/NavIC, USB ટાઈપ-C અને 48-પિન સાઇડ પોર્ટ સામેલ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો