તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5G રેડી ભારત:સર્વિસ લોન્ચિંગના પ્રથમ વર્ષ સુધીમાં 4 કરોડ 5G સ્માર્ટફોન યુઝર્સ હશે, યુઝર્સ સર્વિસ માટે 30% વધારે પેમેન્ટ આપવા તૈયાર

4 મહિનો પહેલા
  • એરિક્સન કન્ઝ્યુમર લેબના રિપોર્ટમાં પ્રમાણે, 5G લોન્ચિંગના પ્રથમ વર્ષે જ દેશમાં 4 કરોડ 5G સ્માર્ટફોન યુઝર્સ હશે
  • રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 10માંથી 7 યુઝર્સને 5G સ્પીડ વધારે હોવાની આશા છે

ભારતમાં હાલ મોટોભાગની કંપનીનું ફોકસ 5G સ્માર્ટફોન પર છે. દેશમાં 5G સર્વિસ શરૂ ન થઈ હોવા છતાં માર્કેટમાં 5G સ્માર્ટફોન અવેલેબલ છે. અત્યાર સુધી એ નક્કી નથી કે 5G સર્વિસ ક્યારે લોન્ચ થશે. તેવામાં એરિક્સન કન્ઝ્યુમર લેબે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે 5G લોન્ચિંગના પ્રથમ વર્ષે જ દેશમાં 4 કરોડ 5G સ્માર્ટફોન યુઝર્સ થઈ જશે.

આ આંકડો ભારતમાં 67% યુઝર્સ સાથે અપગ્રેડ કરવાના ઈરાદામાં સૌથી મોટી વૃદ્ધિ છે. 5G આવવાથી 5G સ્માર્ટફોનની ડિમાન્ડ વધી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કેવી રીતે 5G પહેલાંથી જ નવા યુઝર્સના બિહેવિયરને ટ્રિગર કરવાની શરૂઆત કરે છે.

ગ્રાહકોના રસને કારણે ફાયદો થશે
એરિક્સન ઈન્ડિયા અને નેટવર્ક સોલ્યુશન હેડ (એરિક્સન સાઉથ ઈસ્ટ એશિયા, ઓશિનિયા અને ભારત), નિતિન બંસલે કહ્યું કે ઈન્ડિયન સર્વિસ પ્રોવાઈડર 5Gની તૈયારી કરી રહ્યા છે. તેના રિસર્ચમાં માલુમ પડ્યું છે કે 5G પ્રત્યે કેટલાક કન્ઝ્યુમરની એક્સપેક્ટેશન વધારે છે.

ક્લાઉડ ગેમિંગ પર વધારે એક્ટિવ 5G યુઝર્સ

વાાઈફાઈનો ઉપયોગ ઓછો કરવા સિવાય શરૂઆતમાં 5G યુઝર્સ 4G યુઝર્સની સરખામણીએ દર અઠવાડિયે ક્લાઉડ ગેમિંગ પર સરેરાશ 2 કલાકથી વધારે અને AR એપ પર 1 કલાકનો સમય વિતાવે છે.

5G માટે 30% વધારે પેમેન્ટ આપવા તૈયાર
5G યુઝર્સ તેની સ્પીડથી સંતુષ્ટ છે. આશરે 70% ઈનોવેટિવ સર્વિસ અને નવી એપની ઉપલબ્ધતાથી સંતુષ્ટ છે. યુઝર્સનું કહેવું છે કે ડિજિટલ સર્વિસ ઉપયોગના મામલાથી સંબંધિત 5G યોજનાઓ માટે 20-30% પેમેન્ટ આપવા તૈયાર છે. ભારતમાં 10માંથી 7 યુઝર્સને 5G સ્પીડ વધારે થવાની આશા છે. તો 10માંથી 6ને 4G સ્પીડમાં સુધારાની આશા છે.