તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવોના 5G સ્માર્ટફોન:ભારતમાં X60 સિરીઝના 3 સ્માર્ટફોન લોન્ચ થયા, સોનીનાં સેન્સર સાથે ગિંબલ સ્ટેબિલાઈઝેશન ફીચર મળશે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આ સિરીઝના સ્માર્ટફોન મિડનાઈટ બ્લેક અને શિમર બ્લૂ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે - Divya Bhaskar
આ સિરીઝના સ્માર્ટફોન મિડનાઈટ બ્લેક અને શિમર બ્લૂ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે
 • વિવો X60 પ્રો પ્લસમાં 50MPનો અને વિવો X60 પ્રોમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે
 • HDFC બેંકના ગ્રાહકોને ફોનના પ્રી બુકિંગ પર 10%નું કેશબેક મળશે

વિવોએ ભારતીય માર્કેટમાં X60 સિરીઝના 3 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ સિરીઝમાં X60 પ્રો પ્લસ, X60 પ્રો અને X60 સ્માર્ટફોન લોન્ચ થયાં છે. આ સિરીઝ કંપનીની પ્રીમિયમ સિરીઝ છે. વિવોએ આ પહેલાં તેને ડિસેમ્બર 2020માં ચીનમાં લોન્ચ કરી હતી. આ સિરીઝમાં હાઈ રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. તે ગિંબલ સ્ટેબિલાઈઝેશન ફીચર સાથે આવે છે.

વિવો X60 સિરીઝની કિંમત

મોડેલવેરિઅન્ટકિંમત (રૂપિયામાં)
X60 Pro+12GB + 256GB69,990
X60 Pro12GB + 256GB49,990
X608GB + 128GB37,990
X6012GB + 256GB41,990

આ તમામ સ્માર્ટફોન મિડનાઈટ બ્લેક અને શિમર બ્લૂ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. તેનું પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે. તેનો સેલ 2 એપ્રિલથી શરૂ થશે. પ્રી બુકિંગ કરનારા ગ્રાહકોને HDFC બેંકના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને EMI પર 10%નું કેશબેક મળશે. સાથે જ વી શિલ્ડ મોબાઈલ ડેમેજ પ્રોટેક્શન અને વિવો અપગ્રેડ પ્રોગ્રામની સુવિધા પણ મળશે.

ગિંબલ સ્ટેબિલાઈઝેશન ફીચર: ચાલતી અને દોડતી વખતે વીડિયો સ્ટેબલ રેકોર્ડ કરવાનું કામ આ ફીચર કરે છે. અર્થાત મૂવમેન્ટ દરમિયાન વીડિયો રેકોર્ડ કરતાં સમયે તમારો હાથ ભલે હલતો હોય પરંતુ વીડિયોમાં તેની કોઈ અસર નહિ પડે.

વિવો X60 પ્રો પ્લસનાં સ્પેસિફિકેશન

 • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 11 OS પર બેઝ્ડ ફનટચ OS 11 પર રન કરે છે. તેમાં 6.56 ઈંચની FHD+ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1,080x2,376 પિક્સલ છે. તેનો સ્ક્રીન ટુ બોડી રેશિયો 92.7% છે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ છે.
 • ફોનમાં 50MP (GN1 સેન્સર)+48MP (સોની IMX 598 સેન્સર વિથ ગિંબલ સ્ટેબિલાઈઝેશન)+32MP+8MPનું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં 5G, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, GPS, NFC, બ્લુટૂથ 5.2 અને USB ટાઈપ સી પોર્ટ મળે છે. સિક્યોરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. ફોનમાં 42000mAhની બેટરી મળે છે. તે 55 વૉટ ફ્લેશચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

વિવો X60 પ્રોનાં બેઝિક સ્પેસિફિકેશન

 • આ સ્માર્ટફોન પણ એન્ડ્રોઈડ બેઝ્ડ ફનટચ OS11 પર રન કરે છે. તેમાં પણ 6.56 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે મળે છે. તેને સ્ક્રીન ટુ બોડી રેશિયો 92.7% છે. સ્ક્રીનને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6 પ્રોટેક્શન મળે છે. તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 870 પ્રોસેસર સાથે 12GBની રેમ મળે છે.
 • ફોનમાં 48MP (સોની IMX598 સેન્સર)+13MP+13MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે.
 • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, GPS, NFC, બ્લુટૂથ 5.2 અને USB ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન્સ મળે છે. સિક્યોરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
 • ફોનમાં 42000mAhની બેટરી મળે છે. તે 33 વૉટ ફ્લેશચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

વિવો X60નાં બેઝિક સ્પેસિફિકેશન્સ

 • આ સ્માર્ટફોન પણ અન્ય 2 સ્માર્ટફોનની જેમ એન્ડ્રોઈડ બેઝ્ડ ફનટચ OS11 પર રન કરે છે. તેમાં પણ 6.56 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે મળે છે. તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 870 પ્રોસેસર સાથે 12GBની રેમ મળે છે.
 • ફોનમાં 48MP (સોની IMX598 સેન્સર)+13MP+13MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે.
 • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, GPS, NFC, બ્લુટૂથ 5.2 અને USB ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન્સ અવેલેબલ છે. સિક્યોરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. ફોનમાં 42000mAhની બેટરી મળે છે. તે 33 વૉટ ફ્લેશચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો