જિયોની નવી ‘ઇન્ડિપેન્ડન્સ ડે’ રિચાર્જ ઓફર:2GB ડેઈલી ડેટા, અમર્યાદિત ફોન કોલ્સ અને અન્ય લાભો, જિયો એપથી ખરીદી કરી શકો છો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતનાં 75માં ‘સ્વતંત્રતા દિવસ’નાં પ્રસંગે રિલાયન્સ જિયોએ 750 રૂપિયાનો નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આમાં તમને 2GB ડેઈલી ડેટા, અનલિમિટેડ ફોન કોલ્સ અને અન્ય લાભો પણ મળશે. આ નવો જિયો પ્લાન તમે માય જિયો એપથી ખરીદી શકો છો. જિયોનાં 750 રૂપિયાનાં પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને કુલ 90 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં અન્ય નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલ, દરરોજ 100 SMS, જિયો સાવન, જિયો સિનેમા સહિત તમામ જિયો એપ્સની ફ્રી એક્સેસ સામેલ છે.

જિયોનાં 2,999 રૂપિયાનાં પ્લાનનાં ફાયદા
750 રૂપિયાનો આ પ્રીપેડ પ્લાન લાવતા પહેલા કંપનીએ 2,999 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો. આમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે દરરોજનો 2.5GB ડેટા મળશે. આ સાથે જ 75GB ડેટા અલગથી આપવામાં આવશે. આ ઉપરાંત દરરોજનાં 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનમાં તમને 1 વર્ષ માટે ડિઝની + હોટસ્ટાર મોબાઇલનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. યુઝર્સને જિઓ એપ્લિકેશનો અને સેવાઓનો એક્સેસ પણ મળશે.

આ વધારાનાં લાભો પણ મળશે

  • આ પ્લાનમાં યૂઝર્સને 75 GBનું હાઇ સ્પીડ ડેટા વાઉચર મળશે. આ સિવાય Netmeds, Ixigo અને Ajioનાં કૂપન્સ મળશે.
  • Netmedsનાં કૂપન્સની મદદથી યૂઝર્સને 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ 1,000 રૂપિયા અથવા તેનાથી વધુની ખરીદી પર છે.
  • આ સિવાય Ixigo પર સબસ્ક્રાઇબર્સને 750 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ 4500 રૂપિયા કે તેથી વધુનાં ખર્ચ પર મળશે.
  • 2,990 રૂપિયા કે તેથી વધુનાં Ajio ખર્ચ પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ તમામ કૂપન્સ યૂઝર્સને તેમની માય જિયો એપમાં ઉપલબ્ધ થશે.
  • યૂઝર્સ 31 ડિસેમ્બર સુધી Ixigo કૂપન્સનો ઉપયોગ કરી શકે છે, જ્યારે Ajio કૂપન્સ પાસે 31 ઓક્ટોબર સુધીનો સમય છે.
  • તમે 31 ઓક્ટોબર સુધી જ નેટમેડ્સ કૂપન્સનો ઉપયોગ કરી શકશો.