સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ શૉનો ઈતિહાસ:55 વર્ષ પહેલાં CESમાં 250 કંપની સામેલ થઈ; શૉએ દુનિયાને VCR, HDR ટીવી અને 5G ટેક્નોલોજી આપી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2006માં આયોજિત કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉમાં 1.50 લાખ લોકો સામેલ થયા
  • 2021માં પ્રથમ વખત ઈવેન્ટ વર્ચ્યુઅલી યોજાઈ

વર્ષનાં પહેલાં અને દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ શૉ CES 2022 5થી 7 જાન્યુઆરી સુધી યોજાશે. ઈવેન્ટમાં રજૂ થતાં નવાં ગેજેટ્સ અને ટેક્નોલોજી આખું વર્ષ ચર્ચામાં રહે છે. ઈવેન્ટમાં ઘણી કંપનીઓ નવી પ્રોડક્ટ અને ટેક્નોલોજી લોન્ચ કરે છે. CES (કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શૉ)નું આયોજન અમેરિકાના લાસ વેગસના કન્વેન્શન સ્થિત સેન્ટરમાં યોજાય છે. આ શૉનું પ્રથમ આયોજન 1967માં ન્યૂયોર્ક સિટીમાં થયું હતું. શૉના 55 વર્ષ જૂના ઈતિહાસ પર નજર કરીએ.....

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શૉનો ઈતિહાસ
પ્રથમ શૉમાં 250 કંપની સામેલ થઈ

પ્રથમ વખત યોજાનાર આ શૉમાં LG, મોટોરોલા અને ફિલિપ્સ સહિતની કુલ 250 કંપનીઓએ ભાગ લીધો હતો. તે સમયે ઇવેન્ટ 1 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં યોજાઈ હતી. ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ ઇન્ટિગ્રેટેડ સર્કિટવાળા ટીવી અને પોકેટ રેડિયો હતાં.

1 વર્ષમાં 2 વખત ઇવેન્ટ યોજાઈ

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉની સફળતા જોઈને વર્ષ 1978માં 1 વર્ષમાં 2 વખત ઇવેન્ટ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં લાસ વેગસમાં વિન્ટર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ (WCES) અને જૂનમાં શિકાગોમાં સમર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ યોજાયો હતો. તે સમયે વિન્ટર કરતાં સમર શૉ વધારે પોપ્યુલર થયો હતો. તેને જોઈને વર્ષ 1995માં શૉના આયોજન માટે લાસ વેગસમાં કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવ્યું હતું.

2006માં 1.75 લાખથી વધારે વિઝિટર્સ
વર્ષ 2006માં આયોજિત કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉમાં 1.50 લાખ લોકો સામેલ થયા હતા. આ શૉ અમેરિકાનો સૌથી મોટો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ બની ગયો હતો. ત્યારબાદ દર વર્ષે આ શૉમાં 1 લાખથી વધારે વિઝિટર્સ આવતા હતા. વર્ષ 2019માં આ શૉ માં 1.75 લાખથી વધારે વિઝિટર્સ સામેલ થયા હતા. તે સમયે ઇવેન્ટનું આયોજન 1.67 લાખ સ્કેવર ફૂટ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જે એક ક્રિકેટના મેદાન કરતાં પણ મોટી જગ્યા છે.

2021માં પ્રથમ વખત વર્ચ્યુઅલ ઈવેન્ટ
કોવિડને કારણે 2021નો CES વર્ચ્યુઅલી યોજાયો હતો. ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે CESમાં કન્વેન્શન સેન્ટરમાં ભીડ ન જામી.

ઇવેન્ટમાં સૌથી વધારે ચર્ચિત પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજી

વર્ષપ્રોડક્ટ્સ
1970વીસીઆર
1974લેઝર ડિસ્ક પ્લેયર
1981કેમકોર્ડર એન્ડ સીડી પ્લેયર
1990ડિજિટલ ઓડિયો ટેક્નોલોજી
1991કોમ્પેક્ટ ડિસ્ક ઈનટ્રેક્ટિવ
1994ડિજિટલ સેટેલાઇટ સિસ્ટમ
1995ડિજિટલ વર્સટાઈલ ડિસ્ક
1998HD ટીવી
1999હાર્ડ ડિસ્ક વીસીઆર
2000સેટેલાઇટ રેડિયો
2001માઈક્રોસોફ્ટ એક્સબોક્સ અને પ્લાઝ્મા ટીવી
2002હોમ મીડિયા સર્વર
2003બ્લૂ રે ડીવીડી એન્ડ HDTV ડીવીઆર
2004HD રેડિયો
2005આઇપીટીવી
2007કન્વર્જન્સ ઓફર કન્ટેન્ટ એન્ડ ટેક્નોલોજી
2008OLED ટીવી
20093D HD ટીવી
2012અલ્ટ્રાબુક્સ
2013અલ્ટ્રા HD ટીવી
20185G કનેક્ટિવિટી
2019લેનોવો થિંકપેડ X1 ફોલ્ડ
2020ડિજિટલ ફેસ માસ્ક

લાસ વેગસનું કન્વેન્શન સેન્ટર
લાસ વેગસ સ્થિત કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉનું કન્વેન્શન સેન્ટર 32 લાખ સ્કેવર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જે 22 ક્રિકેટ મેદાન બરાબર છે. આ સેન્ટરમાં 2 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં એક્ઝિબિટ હોલ ફ્લોર અને 2.50 લાખ સ્કેવર ફૂટમાં મીટિંગ સ્પેસ આપવામાં આવી છે. 1 લાખ ગેસ્ટ રૂમ, 20થી 2500 લોકોની ક્ષમતા ધરાવતા 144 મીટિંગ રૂમ પણ સામેલ છે. LVCVA (લાસ વેગસ કન્વેન્શન એન્ડ વિઝિટર્સ એથોરિટી) દ્વારા આ સેન્ટરને ઓપરેટ કરવામાં આવી રહ્યું છે. આ કન્વેન્શન સેન્ટર દુનિયાનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર છે.

અન્ય સમાચારો પણ છે...