તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

F19 પ્રો સિરીઝની ડિમાન્ડ:ભારતમાં માત્ર 3 દિવસની અંદર 2300 કરોડ રૂપિયાનો બિઝનેસ, ઓછી કિંમતમાં હાઈ એન્ડ ફીચર્સનો ફાયદો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ સિરીઝને અગાઉની તમામ સિરીઝ કરતાં લોન્ચિંગના પ્રથમ દિવસે 70%થી વધારે ગ્રોથ મળ્યો - Divya Bhaskar
આ સિરીઝને અગાઉની તમામ સિરીઝ કરતાં લોન્ચિંગના પ્રથમ દિવસે 70%થી વધારે ગ્રોથ મળ્યો
  • સિરીઝનાં બંને ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે
  • પ્રો પ્લસ વેરિઅન્ટમાં 50 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે

કંપની ઓપ્પોની F19 પ્રો સિરીઝ ભારતીય લોકોને ઘણી પસંદ પડી રહી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે માત્ર 3 દિવસમાં જ આ સિરીઝને કારણે 2300 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. ઓપ્પોએ આ સિરીઝમાં F19 પ્રો અને F19 પ્રો પ્લસ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ સિરીઝ મિડ રેન્જ સિરીઝ છે. આ સિરીઝને અગાઉની તમામ સિરીઝ કરતાં લોન્ચિંગના પ્રથમ દિવસે 70%થી વધારે ગ્રોથ મળ્યો છે.

ઓપ્પો F19 પ્રો સિરીઝની કિંમત

મોડેલવેરિઅન્ટકિંમત (રૂપિયામાં)
F19 प्रो8GB +128GB21,490
F19 प्रो8GB +256GB23,490
F19 प्रो+ 5G8GB +128GB25,990

ઓપ્પો F19 પ્રો પ્લસનાં સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • ફોનમાં 6.4 ઈંચની FHD AMOLED ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 2400 x 1800 પિક્સલ છે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે. તે એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે. ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક પ્રોસેસર સાથે 8GBની રેમ મળે છે. તેનું ઓનબોર્ડ સ્ટોરેજ 128GBનું છે.
  • તેમાં 48MP (પ્રાઈમરી કેમેરા) +8MP (વાઈડ એંગલ લેન્સ)+2MP (પોટ્રેટ સેન્સર)+2MP (મેક્રો લેન્સ)નું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • ફોનમાં 4310mAhની બેટરી છે. તે 50 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં 3.5mmનો ઓડિયો જેક, ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન મળે છે. સિક્યોરિટી માટે તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે.

ઓપ્પો F19 પ્રોનાં સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • તે ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે. તેમાં 6.4 ઈંચની FHD AMOLED ડિસ્પ્લે મળે છે.
  • ફોટોગ્રાફી માટે તેમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે. ફોનમાં 8GBની રેમ મળે છે.
  • તે 4310mAhની બેટરીથી સજ્જ છે, જે 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો