મોટોરોલાના 2 ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ:200MPના કેમેરા સાથે 50W ટર્બો પાવર વાયરલેસ ચાર્જિંગની સુવિધા, 22 સપ્ટેમ્બરથી ખરીદી શકશો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની ટેક કંપની મોટોરોલાએ પોતાના 2 ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે. મોટોરોલા એજ 30ની કિંમત ₹59,999 છે અને મોટોરોલા એજ 30 ફ્યુઝનની કિંમત ₹42,999 રાખવામાં આવી છે. બંને મોબાઈલ 8 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થવાના હતા અને પછી લોન્ચની તારીખ 10 સપ્ટેમ્બરે ગઈ. હવે આખરે 13 સપ્ટેમ્બરે બંને સ્માર્ટફોન 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે બજારમાં આવ્યા છે. ઓફલાઇન અને ઓનલાઇન બંને બજારોમાં 22 સપ્ટેમ્બરથી આ બંને સ્માર્ટફોનનું વેચાણ શરૂ થશે.

એજ 30 અલ્ટ્રામાં 200MP કેમેરા
8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે 'મોટોરોલા એજ 30 અલ્ટ્રા' ઇન્ટરસ્ટેલર બ્લેક અને સ્ટારલાઇટ વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે. જેમાં 200MP, 50MP, 12MPનો ટ્રિપલ રિયર કેમેરા અને 60MPનો ફ્રન્ટ કેમેરા હશે. ક્વાલકોમ સ્નેપડ્રેગન 8+ ઝેન વન પ્રોસેસર મળશે અને 6.67 ઇંચની ફુલ HD + ડિસ્પ્લે હશે.

ફ્લેગશિપ ફોન વોટરપ્રુફ છે
એજ 30 અલ્ટ્રામાં 2400x1080 પિક્સલનું હાઇ રિઝોલ્યુશન ડિસ્પ્લે મળશે. ફિંગરપ્રિન્ટ સેન્સર ફક્ત 3D કર્વ્ડ ગ્લાસ પર આપવામાં આવ્યું છે. 198.5 ગ્રામના આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ નેનો સિમ હશે. મોબાઈલ પણ વોટરપ્રુફ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર મોબાઇલ ઓરિજનલ પ્રાઈસથી લગભગ 5000 રૂપિયા સસ્તો હશે.

7 મિનિટના ચાર્જમાં આખો દિવસ ચાલશે
4610mAhની લિથિયમ-આયન બેટરી 125W ટર્બો પાવર ટાઇપ-C અને 50W ટર્બો પાવરથી વાયરલેસ ચાર્જિંગ કરશે. મોટોરોલાએ દાવો કર્યો હતો કે, 7 મિનિટના ચાર્જમાં આખો દિવસ મોબાઇલ કામ કરશે. અપડેટેડ એન્ડ્રોઈડ-12 ઓપરેટિંગ સોફ્ટવેરથી ગ્રાહકને આધુનિક યુઝર અનુભવ મળશે.

મોટોરોલા એજ 30 અલ્ટ્રા 7 મિનિટના ચાર્જમાં આખો દિવસ ચાલશે
મોટોરોલા એજ 30 અલ્ટ્રા 7 મિનિટના ચાર્જમાં આખો દિવસ ચાલશે

ફ્યુઝનમાં 50MPનો કેમેરો
મોટોરોલા એજ 30 ફ્યુઝનમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ પણ આપવામાં આવી રહ્યું છે. 6.55 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે સાથે મોબાઇલ કોસ્મિક ગ્રે અને સોલિડ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે. આ ફોનમાં 50MP, 13MP અને 2MPનો ટ્રિપલ રિયર કેમેરો અને 32MPનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે.

મેટ ગ્લાસને કારણે ફ્યુઝન યુનિક છે
મેટ ગ્લાસ અને રાઉન્ડ એજ યુઝરને પ્રીમિયમ અનુભવ આપશે. બોક્સમાં તમને 68W ટર્બો પાવર ટાઇપ-C ટુ ટાઇપ-C ચાર્જર જોવા મળશે. 4400mAh લિથિયમ બેટરી સાથેનું ફ્યુઝન ક્વાલકોમ સ્નેપડ્રેગન 888+ 5G પ્રોસેસર પર કામ કરશે. 175 ગ્રામના આ સ્માર્ટફોનમાં અલ્ટ્રાની જેમ જ ડિસ્પ્લે, પ્રોસેસિંગ અને ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.