શાઓમી એ 5G સ્માર્ટફોનની સિરીઝ લોન્ચ કરી:200 MP કેમેરા સાથે મળશે 120 વોટનું હાઇપર ચાર્જ, શરૂઆતની કિંમત 15, 499 રૂપિયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાઓમીએ ભારતમાં ગુરુવારે ત્રણ 5G સ્માર્ટ ફોન Redmi Note 12, Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro+ લોન્ચ કર્યા છે. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફોન નેક્સ્ટ જનરેશન 5G સ્માર્ટફોન છે. આ સિરીઝમાં તમને 200MP કેમેરા લેન્સ મળશે.આ સિવાય તમને 120W ફાસ્ટ ચાર્જિંગ અને અન્ય ફીચર્સ મળશે. કંપની આ સ્માર્ટફોનને સુપરનોટ કહી રહી છે. આવો જાણીએ ત્રણેય સ્માર્ટફોનના સ્પેસીફીકેશન વિશે

કિંમત અને ક્યારે માર્કેટમાં મળશે
Redmi Note 12, Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro+ 11 જાન્યુઆરીથી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ અને ઓથોરાઈઝડ આઉટલેટ્સ પર ઉપલબ્ધ થશે. કંપનીએ Redmi Note 12ને રૂ. 15,499ની પ્રારંભિક કિંમતે, Redmi Note 12 Proને રૂ. 20,999 અને Redmi Note 12 Pro+ને રૂ. 25,999ની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યા છે.

Redmi Note 12 5Gના સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોનમાં, અમને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ જોવા મળશે, જેનો મુખ્ય લેન્સ 48MPનો હશે. આ સિવાય ફોન Qualcomm Snapdragon 4 Gen 1 પ્રોસેસર સાથે આવશે જેમાં 33W ફાસ્ટ ચાર્જિંગ, 120Hz રિફ્રેશ રેટ સાથે સુપર AMOLED ડિસ્પ્લે અને અન્ય વિશેષ સુવિધાઓ મળશે.

Redmi Note 12 પર ડિસ્કાઉન્ટ:
ICICI કાર્ડ પર 1500નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ 1500 અને Xiaomi/MI અને Redmiના યુઝર્સને 1000 હજારનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Redmi Note 12 Pro સિરીઝના સ્પેસિફિકેશન્સ સિરીઝ
ટોપ વેરિઅન્ટ એટલે કે Note 12 Pro Plus 5G વિશે વાત કરવામાં આવે તો તેમાં 6.67-ઇંચની FHD+ OLED ડિસ્પ્લે મળશે. આ સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવશે. ફોન MediaTek Dimensity 1080 પ્રોસેસર સાથે આવશે. સ્ક્રીન HDR 10+ અને 900 nits ની પીક બ્રાઇટનેસ સાથે આવશે.

Redmi Note 12 Pro પર ડિસ્કાઉન્ટ:
ICICI કાર્ડ પર 3000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ 3000 અને Xiaomi/MI અને Redmiના યુઝર્સને 1000 હજારનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Redmi Note 12 Pro + ડિસ્કાઉન્ટ:
ICICI કાર્ડ પર 3000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ 3000 અને Xiaomi/MI અને Redmiના યુઝર્સને 1000 હજારનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.