તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • 2 Smartphones Will Be Launched On September 1, One Smartphone Will Cost Less Than Rs 10 And The Other Will Cost The Same As Royal Enfield

અપકમિંગ:1 સપ્ટેમ્બરે લોન્ચ થશે 2 સ્માર્ટફોન, એક સ્માર્ટફોનની 10 હજાર રૂપિયાથી ઓછી કિંમત તો બીજાની રોયલ એનફિલ્ડ જેટલી

2 મહિનો પહેલા
 • 1 સપ્ટેમ્બરે અનપેક્ડ ઈવેન્ટ પાર્ટ 2માં સેમસંગ તેનો ફોલ્ડેબલ ફોન ભારતમાં લોન્ચ કરશે
 • હોંગકોંગ બેઝ્ડ સ્માર્ટફોન કંપની ટેક્નો પણ તેનો લૉ બજેટ ફોન 1 સપ્ટેમ્બર લોન્ચ કરશે

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત 2 નવા સ્માર્ટફોનની લોન્ચિંગથી થશે. સાઉથ કોરિયાઈ કંપની સેમસંગ તેનો નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. હોંગકોંગ બેઝ્ડ કંપની ટેક્નો મોબાઈલ્સ લૉ બજેટ સ્માર્ટફોન સ્પાર્ક ગો 2020 પણ લોન્ચ કરશે. આ બંને સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન અને ફીચર લોન્ચ કરશે.

1. સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 2

 • સેમસંગે ગત વર્ષે ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. સેમસંગ 1 સપ્ટેમ્બરે અનપેક્ડ પાર્ટ 2 ઈવેન્ટમાં નવો ગેલેક્સી Z ફોલ્ડ 2 સ્માર્ટફોન લોન્ચ કરશે. સેમસંગ ન્યૂઝરૂમના રિપોર્ટ અનુસાર, ફોનનાં મિસ્ટિક બ્લેક અને મિસ્ટિક બ્રોન્ઝ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
 • બેક પેનલ પર વર્ટિકલ પોઝિશન 3 રિઅર કેમેરા મળશે અને LED ફ્લેશ લાઈટ મળશે. ફ્રન્ટ ડિસ્પ્લે પર પંચ હોલ કટઆઉટ મળશે.
 • ફોલ્ડમાં 6.2 ઈંચની સ્ક્રીન મળશે.
 • અનફોલ્ડ કરવા પર 7.6 ઈંચ ટેબ્લેટ સાઈઝની સ્ક્રીન મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, અલ્ટ્રા થિન ગ્લાસ મળશે.
 • ગેલેક્સી Z ફોલ્ડ 2માં 4500mAhની બેટરી મળશે. ફોટોગ્રાફી માટે 12MPના 3 રિઅર કેમેરા મળશે. આ કેમેરા ડિજિટલ ઝૂમ, ઓટો ફ્લેશ, ફેસ ડિટેક્શન અને ટચ ટુ ફોકસ જેવાં ફીચર સપોર્ટ કરશે. સેલ્ફી માટે 12MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
 • એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865+ પ્રોસેસર મળે છે. ફોનનું 12GBની રેમ અને 256GB સ્ટોરેજ મળશે.
 • ફોનની કિંમત 1.75 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

2. ટેક્નો સ્પાર્ક ગો 2020

 • અફોર્ડેબલ ફોન બનાવનાર કંપની ટેક્નો ભારતમાં 1 સપ્ટેમ્બરે તેનો નવો સ્માર્ટફોન સ્પાર્ક ગો 2020 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
 • કંપનીએ ફ્લિપકાર્ટ પર ફોનનું ટીઝર પણ રિલીઝ કર્યું છે. આ ફોન સ્પાર્ક ગોનું અપગ્રેડેડ મોડેલ હશે.
 • ફોનમાં મોટી ડિસ્પ્લે અને બેટરી મળવાનો કંપનીએ દાવો કર્યો છે.
 • ફ્લિપકાર્ટના ટીઝર મુજબ, તેમાં USB ટાઈપ-સી ચાર્જિંગ સપોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે. ફોનમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે અને રાઉન્ડ કોર્નર ડિઝાઈન મળશે. તેનું રિઝોલ્યુશન 720X1600 પિકસ્લ હશે.
 • ફોનનું 2GB + 32GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે.
 • ફોનમાં ક્વૉડ કોર પ્રોસેસર અને કોર્ટેક્સ A-53 પાવર વીઆર GE8300 GPU મળશે.
 • ફોનની કિંમત 7 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો