સાયબર સિક્યોરિટી ફર્મ અવાસ્ટનો રિપોર્ટ:આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં 2 લાખથી વધારે સ્કેમ અટેકને બ્લોક કર્યા, હેકર્સ નબળા યુઝર્સને ટાર્ગેટ બનાવી રહ્યા છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક સપોર્ટ સ્કેમમાં હેકર્સ એક કમ્પ્યુટર, ડિવાઈસ અથવા સોફ્ટવેરને રિપેર કરવાના બહાને યુઝર્સ પર અટેક કરી રહ્યા હતા
  • કોઈ પણ લીગલ ટેક્નિકલ સપોર્ટ ટીમ સામે ચાલીને ક્યારેય કોલ કે મેસેજ કરતી નથી. તેથી આવા ફ્રોડ કોલથી બચવું જોઈએ

સાયબર સિક્યોરિટી ફર્મ અવાસ્ટે 2021ના પ્રથમ ક્વાર્ટરનો રિપોર્ટ જાહેર કર્યો છે. કંપનીના રિસર્ચરે જણાવ્યું કે તેણે 2 લાખથી વધારે ટેક સપોર્ટ સ્કેમ અટેકની ઓળખ કરી બ્લોક કર્યા છે. ટેક સપોર્ટ સ્કેમમાં હેકર્સ એક કમ્પ્યુટર, ડિવાઈસ અથવા સોફ્ટવેરને રિપેર કરવાના બહાને યુઝર્સ પર અટેક કરી રહ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે, હેકર્સ એક વખત યુઝરની સિસ્ટમમાં એન્ટ્રી કરી લેતાં ત્યારબાદ તેમાં માલવેર ઈન્સ્ટોલ કરી લેતા હતા. ત્યારબાદ તેઓ સિસ્ટમ અને ડેટા એક્સેસ કરી શકતા હતા. હેકર્સ સિસ્ટમ અને ડેટાને નુક્સાન પણ પહોંચાડી શકતા હતા. અવાસ્ટનું માનવું છે કે દેશની અંદર ટેક સપોર્ટ ફ્રોડ મોટો મુદ્દો છે.

નબળા યુઝર્સને ટાર્ગેટ કરતાં હતાં હેકર્સ
અવાસ્ટના સીનિયર માલવેર એનાલિસ્ટ એલેક્સેઝ સાવસીને કહ્યું કે, ટેક સપોર્ટ ફ્રોડ હવે સામાન્ય વાત બની ગઈ છે. હેકર્સ સૌથી નબળા યુઝર્સને ટાર્ગેટ કરે છે. હેકર્સ પૈસા અથવા પર્સનલ ડેટાનાં માધ્યમથી પીડિતનું શોષણ કરે છે. કોઈ પણ લીગલ ટેક્નિકલ સપોર્ટ ટીમ સામે ચાલીને તમને ક્યારેય કોલ કે મેસેજ કરશે નહિ. આ પ્રકારે કોઈ કોલ કે મેસેજ આવે છે તો તેના સાથે કનેક્ટ થતાં બચવું જોઈએ. પોતાના ડિવાઈસનો એક્સેસ તેમને આપવો જોઈએ નહિ ન તો પર્સનલ ડેટા શેર કરવો જોઈએ. હેકર્સ તમારા બેંક અકાઉન્ટ, હેલ્થ રેકોર્ડ અથવા જરૂરી સર્વિસ સુધી પહોંચી તેનો ફાયદો ઉઠાવી શકે છે.

રિમોટ કનેક્શનથી નુક્સાન પહોંચાડે છે
રિસર્ચર્સે ચેતવણી આપી છે કે, એક વખત ફોન પર હેકર્સ કોલ કરી તમારા કમ્પ્યુટરથી રિમોટ કનેક્શન સ્થાપિત કરવા માટે તમને મનાવવાનો પ્રયત્ન કરશે. ક્યારેક યુઝર્સના કમ્પ્યુટર સાથે નિરંતર કનેક્શન રાખવા માટે જાણ્યા વગર અન્ય રિમોટ મેનેજમેન્ટ સોફ્ટવેર ડાઉનલોડ કરી લે છે.

અન્ય સમાચારો પણ છે...