લેનોવોની અધિકૃત કંપની મોટોરોલાએ ગઈકાલે (10 માર્ચ)ના રોજ ભારતમાં પોતાનો મિડ રેન્જવાળો 5G સ્માર્ટફોન Moto G73 લોન્ચ કરી દીધો છે. આ હેન્ડસેટમાં ‘અલ્ટ્રા પરફોર્મન્સ’ માટે મીડિયાટેક ડાયમેન્સિટી 930 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટફોન ભારતનો સૌથી ફાસ્ટ પ્રોસેસરવાળો 5G સ્માર્ટફોન છે.
ભારતમાં વોટર રેઝિઝટન્ટ ડિઝાઈનવાળા આ સ્માર્ટફોનની ટકકર રિયલમી 10 પ્રો, શાઓમી રેડમી નોટ 12 અને વનપ્લસ નોર્ડ CE 2 લાઈટ 5Gથી થશે. તો ચાલો Moto G73 5Gની કિંમત અને ફીચર્સ વિશે જાણીએ.
કિંમત અને ક્યારે મળશે?
ભારતમાં આ હેન્ડસેટને 8GB RAM + 128GB સ્ટોરેજનાં વેરિયન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ તેની કિંમત ₹18,999 રાખી છે. બેન્ક ઓફર્સ પછી ગ્રાહકો આ સ્માર્ટફોનને ₹16,999માં ખરીદી શકે છે. આ સ્માર્ટફોન 16 માર્ચથી ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર લ્યૂસેંટ વ્હાઈટ અને મિડનાઈટ બ્લૂ કલર ઓપ્શનમાં મળી રહેશે.
ફીચર્સ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.