એપલના અપકમિંગ ડિવાઈસની લોન્ચિંગ ડેટનો હાલ ખુલાસો થઈ ચુક્યો છે. મળતી માહિતી મુજબ સપ્ટેમ્બરમાં એપલ ઇવેન્ટમાં આઇફોન 14 સિરીઝ, એર પોડ્સ પ્રો 2 અને ત્રણ એપલ વોચ લોન્ચ થઇ શકે છે. આ ઈવેન્ટ ઓફલાઇન હશે કે ઓનલાઇન તે હજી સુધી જાણી શકાયું નથી. આ વિશે વધુ માહિતી ઓગસ્ટના અંત સુધીમાં મળી જશે. એપલ 6 જૂનથી તેની વર્લ્ડ વાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ (WWDC)નું આયોજન કરવાની તૈયારીમાં છે. ટિપટર લીક્સ એપલપ્રોએ આઇડ્રોપ ન્યૂઝ દ્વારા સંકેત આપ્યો છે કે, એપલની સપ્ટેમ્બર ઇવેન્ટ આ વર્ષના 37માં વીકમાં થઇ શકે છે, જે 13 સપ્ટેમ્બરની લોન્ચિંગ તારીખનો સંકેત આપે છે. ટિપસ્ટરે જણાવ્યું હતું કે, એપલે હજી સુધી એ નક્કી કરવાનું બાકી છે કે આ ઈવેન્ટ ઇન-પર્સન ઇવેન્ટ હશે કે ઓનલાઇન. કંપની માત્ર ઈવેન્ટની તારીખની આસપાસ જ આ નક્કી કરશે અને ટિપસ્ટરે દાવો કર્યો છે કે, આની પુષ્ટિ ઓગષ્ટના મધ્યમાં અથવા મોડી રાત્રે ઉપલબ્ધ થશે, જેમકે જો આ ઈવેન્ટ ઓનલાઇન હશે તો એપલ દ્વારા સપ્ટેમ્બરથી તેની રેકોર્ડિંગ માટેની કાર્યવાહી શરુ કરવામાં આવશે.
iPhone 14 સિરીઝમાં સંભવિત ફીચર્સ અને કિંમત
ક્યુપર્ટીનો સ્થિત ટેક જાયન્ટ સપ્ટેમ્બર ઈવેન્ટ દરમિયાન તેની આઇફોન 14 સિરીઝ રજૂ કરે તેવી અપેક્ષા છે. ટિપસ્ટરે કહ્યું છે કે આઇફોન 14 એ આઇફોન 13 જેવો જ દેખાશે અને તે ગયા વર્ષની એપલ A-15 ચિપથી સજ્જ હશે, જોકે, હવે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે અને તેનું નામ એપલ A-16 રાખવામાં આવી શકે છે.
એરપોડ્સ પ્રો 2ની સંભવિત કિંમત
એરપોડ્સ પ્રો ૨ સપ્ટેમ્બરની ઈવેન્ટ દરમિયાન લોન્ચ થવાની સંભાવના છે. એરપોડ્સ પ્રો 2ને 'વાસ્તવિક એરપોડ પછી વાયરલેસ ઇયરબડ્સમાં સૌથી મોટી ક્રાંતિ' તરીકે ગણવામાં આવે છે. તે નવી કોડેક, સ્ટેમલેસ ડિઝાઇન અને નોઈસ કેન્સલેશન ટેક્નોલોજી સાથે આવે છે. ઈયરબડ્સ લાઇટનિંગ પોર્ટને બદલે યુએસબી ટાઇપ-સી કનેક્ટરને પણ સપોર્ટ કરી શકે છે. એપલના ઇયરબડ્સ સફેદ રંગમાં જ આવે છે અને તેની કિંમત 299 ડોલર (અંદાજે 23,200 રૂપિયા) હશે.
એપલ વૉચ 8, વૉચ SE, વૉચ એક્સ્ટ્રીમ એડિશન
યુએસ ટેક જાયન્ટ આ સપ્ટેમ્બરમાં એપલ વૉચના ત્રણ મોડેલો લાવશે - એપલ વૉચ સિરીઝ 8, નવી વૉચ એસઇ અને વૉચ એક્સ્ટ્રીમ એડિશન. ટિપસ્ટરે ધ્યાન દોર્યું હતું કે, વૉચ ફક્ત ઇન્ટરનલ અપડેટ સાથે જ આવી શકે છે. તેની સપાટ કિનારીઓમાં ફેરફાર થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એપલ વોચ એક્સ્ટ્રીમ એડિશનની કિંમત વોચ સીરિઝ 8 કરતાં વધારે હોય અને તેની શરૂઆત 399 ડોલર (અંદાજે 31,000 રૂપિયા)થી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.