• Gujarati News
  • Utility
  • Gadgets
  • 14 Companies Including Vodafone, AT&T Announce Free Calls To Ukrainians, No Roaming Charges On International Calls

સુવિધા:વોડાફોન, AT&T સહિત 14 કંપનીઓએ યુક્રેનના લોકોને ફ્રી કોલ કરવાની જાહેરાત કરી, ઇન્ટરનેશનલ કોલ્સ પર રોમિંગ ચાર્જ પણ નહીં લાગે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. દરરોજ કેટલાય લોકોનાં મૃત્યુ થઈ રહ્યા છે. ખાસ કરીને યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે સરકાર બને એટલી મદદ કરી રહી છે અને ત્યાં રહેલા ભારતીયો સાથે સંપર્ક થાય એ માટે પણ પ્રયત્નો થઈ રહ્યા છે. આ​​​​​​ યુદ્ધ વચ્ચે અનેક ટેક કંપનીઓ યુક્રેનની મદદ માટે આગળ આવી ચૂકી છે. તો હવે ટેલિકોમ કંપનીઓ પણ યુક્રેનના સમર્થનમાં આગળ આવી છે. યુદ્ધ વચ્ચે ડોયચે ટેલિકોમ, AT&T અને વોડાફોન સહિત એક ડઝનથી વધુ ટેલિકોમ કંપનીઓએ યુક્રેનમાં ફ્રી ઇન્ટરનેશનલ કોલની જાહેરાત કરી છે. આ કંપનીઓએ રોમિંગ ચાર્જ લેવાનું પણ નકાર્યું છે.

યુરોપીયન ટેલિકોમ્યુનિકેશન્સ લોબિંગ જૂથ ETNOએ જણાવ્યું કે આંતરિક સર્વેમાં જાણવા મળ્યું છે કે યુક્રેન પર રશિયાના હુમલા પછી તેના ઓછામાં ઓછા 13 સભ્યો યુક્રેનિયન્સને મદદ કરવા આગળ આવ્યા છે. આગામી દિવસોમાં અન્ય કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી પણ આવી જ અપેક્ષા છે.

14 ટેલિકોમ કંપનીઓ યુક્રેનની મદદે આવી

  • યુક્રેનમાં ફ્રી ઇન્ટરનેશનલ કોલ્સ ઉપરાંત રોમિંગ ચાર્જ નાબૂદ કરનાર ટેલિકોમ કંપનીઓમાં ડોયચે ટેલિકોમ, ઓરેન્જ, ટેલિફોનિકા, તેલિયા કો., A1 ટેલિકોમ ઓસ્ટ્રિયા ગ્રુપ, ટેલિનોર, પ્રોક્સિમસ, KPN, વોડાફોન, વિવાકોમ, TIM ટેલિકોમ ઇટાલિયા, અલ્ટિસ પોર્ટુગલ એઅને સ્વિસકોમનો સમાવેશ થાય છે.
  • આમાંથી ઘણી કંપનીઓ પાડોશી દેશોમાં શરણાર્થીઓને મફતમાં સિમ કાર્ડ આપી રહી છે. આ ઉપરાંત, શરણાર્થી શિબિરોમાં ફ્રી વાઈ-ફાઈ અને SMSનું ડોનેશન પણ ચાલુ છે. ગયા અઠવાડિયે યુએસ ટેલિકોમ જૂથ AT&Tએ જણાવ્યું હતું કે તેના યુએસ કન્ઝ્યુમર અને બિઝનેસ કન્ઝ્યુમર્સને 7 માર્ચ સુધી યુક્રેનમાં અનલિમિટેડ લોન્ગ ડિસ્ટન્સ કોલિંગની સુવિધા મળશે.
  • વેરિઝોને કહ્યું કે તે 10 માર્ચ સુધી યુક્રેનથી લેન્ડલાઇન્સ અને કન્ઝ્યુમર અથવા વ્યવસાયિક વાયરલેસ ફોન પરના કોલ્સ માટેના ચાર્જિસ માફ કરી રહી છે. વેરિઝોને યુક્રેનમાં તેના ગ્રાહકો માટે વોઇસ અને ટેક્સ્ટ રોમિંગ ચાર્જિસ પણ હટાવ્યા છે.