તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

iOS પર માલવેર અટેક:સૌથી સિક્યોર કહેવાતી OS પર 'XcodeGhost'નો અટેક, 12.8 કરોડ યુઝર્સ પ્રભાવિત થયા

3 મહિનો પહેલા
  • આ માલવેરથી પ્રભાવિત 2500 ઈન્ફેક્ટેડ એપ્સને 20.3 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી
  • 'એંગ્રી બર્ડ્સ 2' જેવી પોપ્યુલર ગેમ પણ આ આ માલવેરથી પ્રભાવિત થઈ

દુનિયાની સૌથી સિક્યોર કહેવાતી એપલની ઓપરેટિંગ સિસ્ટમ iOS પર 'XcodeGhost' માલવેર અટેક થયો છે. આ માલવરે 2015માં પ્રથમ વખત સામે આવ્યો હતો. આ માલવેરે આઈફોન અને આઈપેડના 128 મિલિયન અર્થાત 12.8 કરોડથી વધારે યુઝર્સને પ્રભાવિત કર્યા છે.

એપલના ઈન્ટર્નલ મેલથી માલુમ પડ્યું છે કે એપિક ગેમ્સ vs એપલ ટ્રાયલ દરમિયાન Xcodeની નકલી કોપીથી 2500થી વધારે એપને 128 મિલિયન યુઝર્સે ડાઉનલોડ કરી. મધરબોર્ડના રિપોર્ટ પ્રમાણે આ 2500 ઈન્ફેક્ટેડ એપ્સને એપ સ્ટોરમાં 203 મિલિયન (20.3 કરોડ)થી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

1.8 કરોડ અમેરિકન યુઝર્સ પ્રભાવિત થયા
એક કંપનીના જણાવ્યા પ્રમાણે ચીન 55% ગ્રાહક અને 66% ડાઉનલોડ માટે 'XcodeGhost' માલવેરનું પ્રતિનિધિત્વ કરે છે. એપલના એક ઈન્ટર્નલ મેલ પ્રમાણે, આ માલવેરથી આશરે 1.8 કરોડ અમેરિકન યુઝર્સ પ્રભાવિત થયા છે.

માલવેરની ઓળખ થતાં જ ડેવલપર્સે જેન્યુઅન વર્ઝન અટેચ કર્યું
મધરબોર્ડના રિપોર્ટ પ્રમાણે, ઘણા ડેવલપર્સે ઈન્ફેક્ટેડ Xcode ડાઉનલોડ કર્યા, કારણ કે એપલના સર્વર ધીમા હતા. તેથી તેમણે ઓપ્શનલ ડાઉનલોડ લિંકની શોધ કરી. આ માલવેરથી 'એંગ્રી બર્ડ્સ 2' જેવી પોપ્યુલર ગેમ પણ પ્રભાવિત થઈ. આ માલવેરની ઓળખ થતાં જ એપલે ડેલપર્સને તરત જ પોતાના Xcodeના જેન્યુઅન વર્ઝ સાથે ફરી અટેચ કરવા માટે કહ્યું.