તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઈફોનની બોલબાલા:7 મહિનામાં આઈફોન 12 સિરીઝના 10 કરોડ યુનિટનાં શિપમેન્ટ થયાં, OLED ડિસ્પ્લેને કારણે ગ્રાહકો આકર્ષાયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈફોન 12 સિરીઝના વેચાણમાં પ્રો મેક્સનો શેર 29% છે
  • અમેરિકામાં આઈફોન 12 પ્રો મેક્સના વેચાણમાં 40%નો વધારો થયો

એપલ આઈફોન 12 સિરીઝના 10 કરોડથી વધારે યુનિટનું વેચાણ થયું છે. આ આંકડા એપ્રિલ મહિના સુધીના છે. કાઉન્ટપોઈન્ટ રિસર્ચના મોબાઈલ હેન્ડસેટ માર્કેટ પ્લસ સર્વિસે આ આંકડા જાહેર કર્યા છે. તે પ્રમાણે, આઈફોન 12 સિરીઝ લોન્ચ થયાના 7 મહિનાની અંદર તેનાં 10 કરોડથી વધારે શિપમેન્ટ થયાં છે.

માર્કેટ રિસર્ચ ફર્મના રિપોર્ટ પ્રમાણે, આઈફોન 12 સિરીઝમાં 5G કેપેસિટી અને OLED સ્ક્રીન ડિસ્પ્લે ફીચરે ગ્રાહકોને આકર્ષિત કર્યા છે. એપલ ફોન માટે એવરેજ સેલિંગ પ્રાઈસ સૌથી વધારે જોવા મળી છે.

ટોપ વેરિઅન્ટ સૌથી વધુ પસંદ

આઈફોન 12 સિરીઝનું ટોપ વેરિઅન્ટ લોકોની સૌથી વધુ પસંદ બન્યું. આઈફોન 12 સિરીઝના વેચાણમાં પ્રો મેક્સનો શેર 29% છે. જ્યારે આઈફોન 11 સિરીઝના મોડેલનો શેર 25% હતો. તેને કારણે આઈફોન 12 સિરીઝની કમાણી 22% વધારે થઈ. આઈફોન 11 પ્રો મેક્સ અને આઈફોન 12 પ્રો મેક્સના બેઝિક મોડેલની લોન્ચિંગ કિંમત 1,099 ડોલર (આશરે 82 હજાર રૂપિયા) છે. આઈફોન 12 પ્રો મેક્સમાં લેટેસ્ટ 5G કેપેસિટી, વધારે રેમ, મેમરી અને A14 બાયોનિક ચિપ મળે છે.

આઈફોન 12 પ્રો મેક્સના વેચાણમાં 40%નો વધારો
આઈફોનના બોક્સના ચાર્જર અને હેડફોન ગાયબ હતા. જોકે ગ્રાહકોને તેનાથી કોઈ ખાસ ફરક પડ્યો નહોતો. ખાસ કરીને અમિરેકામાં અહીં આઈફોન 12 પ્રો મેક્સના વેચાણમાં 40% વધારો થયો. આઈફોન 11 પ્રો મેક્સની કિંમત પર અપગ્રેડેડ આઈફોન 12 પ્રો મેક્સ મળી રહ્યો હતો. તેથી ડિસેમ્બર 2020 પછી તેનું સૌથી વધારે સેલિંગ થયું હતું. આ સિવાય આઈફોન 11ની સરખામણીએ આઈફોન 12 સિરીઝનું મહામારી હોવા છતાં વધારે સેલિંગ થયું.

અન્ય સમાચારો પણ છે...