યુઝફુલ ટેક ટિપ્સ:ફોન સ્લો થાય કે હેંગ તેના પાછળ આ 10 કારણો હોઈ શકે છે, તેનાથી બચવાની ટિપ્સ જાણો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય માર્કેટમાં એવા અનેક સ્માર્ટફોન અવેલેબલ છે જે હેંગ થતાં નથી કે સ્લો થતાં નથી. જૂના સ્માર્ટફોનમાં હેંગ થવાની સમસ્યા જોવા મળતી હોય છે. જૂના સ્માર્ટફોન લેટ રિસ્પોન્સ આપે છે. આ કન્ડિશનમાં ફોન વારંવાર રિસ્ટાર્ટ કરવો પડે છે. જોકે ફોન સ્લો પડવાનું કારણ તે જૂનો થઈ જવાનું નથી બલકે ફોનના હાર્ડવેર સ્પેસિફિકેશન અને સોફ્ટવેર સાથે યુઝરે કરેલી કેટલીક ભૂલો હોય છે. આ ભૂલો કઈ છે અને તેનાથી બચવાં શું કરવું જોઈએ આવો જાણીએ...

1. રેમ ઓછી હોવી
માર્કેટમાં હવે 12GB સુધીની રેમના સ્માર્ટફોન અવેલેબલ છે. રેમ વધારે હોય તો મલ્ટિટાસ્કિંગમાં સ્માર્ટફોન હેંગ મારતા નથી. 3થી 4 વર્ષ જૂના ફોનમાં 1GB અથવા 2GBની રેમ હોય છે. તેથી ફોનનું સ્ટોરેજ ફુલ થવા માંડે છે અથવા તેમાં મલ્ટિટાસ્કિંગ કરતાં તે સ્લો પડી જાય છે.

શું કરવું: જે ફોનમાં રેમ ઓછી હોય તેમાં ડેટા ઓછો હોવો જોઈએ. આવા ફોનમાં કામની એપ્સ જ ઈન્સ્ટોલ કરવી. વધારે સ્પેસ વાળી એપ્સ ઈન્સ્ટોલ ન કરવી.

2. એપ્લિકેશન ઓપન રહેવી
આ ભૂલ પણ સ્માર્ટફોન સ્લો કરે છે. જ્યારે સ્માર્ટફોનમાં એપ્સ ઓપન કરવામાં આવે છે તો તેને બેક કરી યુઝર અન્ય કામ કરવા લાગે છે. યુઝરને લાગે છે કે એપ બંધ થઈ ગઈ હશે. જોકે તે મિનીમાઈઝ થઈને બેકગ્રાઉન્ડમાં ઓપન રહે છે. અર્થાત આ એપ્સ બેટરીથી લઈને તમારી રેમ કન્ઝ્યુમ કરે છે. તેને લીધે ફોન સ્લો થાય છે.

શું કરવું: જ્યારે તમે કોઈ પણ એપનો ઉપયોગ કરો ત્યારે તેને પ્રોપર ક્લોઝ કરો. તેના માટે END KEYને ટેપ કરી બંધ કરો.

3. એપ્લિકેશન અપડેટ કરવી તમારા ફોનમાં 521MB/1GB રેમ હોય અને 4GB/8GBનું સ્ટોરેજ હોય તો એપ્સને વારંવાર અપડેટ ન કરો. ફોનની ઈન્ટર્નલ મેમરી ઓપરેટિંગ સિસ્ટમ એપ્સ માટે અલગ હોય છે. અર્થાત યુઝરને ક્યારેય પણ ઈન્ટર્નલ મેમરી પૂરતી મળતી નથી. તેથી એપ અપડેટ કરવા પર તે વધારે મેમરી અને સ્પેસ લે છે.

શું કરવુ: રેગ્લુયર ઉપયોગમાં લેવાતી એપ્સને જ અપડેટ કરો. પ્લે સ્ટોરમાં ઓટો અપડેટ ઓફ રાખો.

4. Cache ક્લિયર ન કરવા
Cacheને કદાય યુઝર્સ જાણતા નથી. જ્યારે આપણે કોઈ એપનો ઉપયોગ કરીએ છીએ તેના ટેમ્પરરી ડેટા સ્ટોર થાય છે. તેને Cache કહેવાય છે. આ ડેટા ફોનની રેમ કન્ઝ્યુમ કરે છે. તેથી તેને ક્લિયર કરવો જરૂરી છે.

શું કરવું: ફોનની સેટિંગમાં એપ્સમાં જાઓ. એપની અંદર ક્લિયર Cache અને ક્લિયર ડેટાનો ઓપ્શન હશે. તેમાંથી ક્લિયર Cache કરી દો.

5. APK ફાઈલ ઈન્સ્ટોલ કરવી
કેટલીક એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ હોતી નથી. તેને થર્ડ પાર્ટી અથવા APK ફાઈલ થ્રુ ઈન્સ્ટોલ કરવામાં આવે છે. આ એપ્સ રિસ્કી હોય છે. એન્ડ્રોઈડ સિસ્ટમ ક્યારેય પણ થર્ડ પાર્ટી એપ્સ ઈન્સ્ટોલ કરવાની પરમિશન આપતી નથી. તેમ છતાં જો યુઝર તેને ઈન્સ્ટોલ કરે છે તો ડેટા લીકનું પણ જોખમ રહે છે.

શું કરવું: ક્યારેય પણ થર્ડ પાર્ટી એપ ઈન્સ્ટોલ ન કરવી. વાઈફાઈ અને બ્લૂટૂથની મદદથી ક્યારેય પણ એપ ઈન્સ્ટોલ ન કરવી.

6. એન્ટિવાઈરસ અથવા ક્લીનર એપનો ઉપયોગ
ઘણા યુઝર્સનું માનવું છે કે એન્ટિવાઈરસ અથવા ક્લીનર એપ ઈન્સ્ટોલ કરી તેઓ ફોનની સ્પીડ વધારી શકે છે. આ હકીકત નથી. ફ્રી એન્ટિવાઈરસથી ફોનની સિક્યોરિટી પર ફરક પડતો નથી. બીજી તરફ આ એપ્સ પણ ફોનની સ્પેસ લે છે. એન્ટિવાઈરસ એપ્સ સતત ફોન સ્કેન કરે છે તેથી તે ફોનની રેમ કન્ઝ્યુમ કરે છે અને ફોન સ્લો થાય છે.

શું કરવું: તમારા ફોનમાં એન્ટિવાઈરસ અથવા ક્લીનર એપ હોય તો તેને અનઈન્સ્ટોલ કરી દો.

7. મેમરી કાર્ડમાં એપ ટ્રાન્સફર
કેટલાક યુઝર્સ મેમરી કાર્ડમાં એપ્સનું ટ્રાન્સફર કરે છે. આમ કરવાથી ઈન્ટર્નલ મેમરીમાં સ્પેસ રહે છે પરંતુ ફોનની બૂટિંગ પ્રોસેસ વધી જાય છે. એપ્સને મેમરી કાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે તો એપ્સ ઓપન કરવા પર ફોન મેમરી કાર્ડ સર્ચ કરે છે. તેને રીડ કરવામાં ફોન સ્લો થઈ શકે છે.

શું કરવુ: મેમરી કાર્ડમાં એપ ટ્રાન્સફર કરવી નહિ. ફોનના વીડિયો, ઓડિયો અને અન્ય ફાઈલ ટ્રાન્સફર કરો.

8. ફોન હંમેશા ઓન રાખવો
એવો ફોન જે હંમેશા ઓન રહે છે અર્થાત ઘણા સમયથી તેને સ્વિચ ઓફ નથી કરવામાં આવ્યો તેમાં પણ હેંગ અને સ્લો થવાની સમસ્યા જોવા મળે છે. ફોન સતત ઓન રહેવાથી ટેમ્પરરી ફાઈલ સાથે Cache ફાઈલ પણ વધવા લાગે છે. આ સંખ્યા વધી જાય છે તો તે ફોન સ્લો કરી દે છે.

શું કરવું: ફોનને 1 અઠવાડિયાંમાં 15 મિનિટ માટે બંધ કરી દો. બને તો આ સમયે ફોનની બેટરી અને મેમરી કાર્ડ રિમૂવ કરો. આમ કરવાથી તમામ ટેમ્પરરી ફાઈલ ઓટો ક્લોઝ થાય છે.

9. વીડિયો અને ઓડિયો ફાઈલ
ફોનમાં સૌથી વધારે સ્પેસ વીડિયો લે છે. મૂવી અને વીડિયો સોન્ગ એક વખત જોઈ લીધા બાદ તેને ડિલીટ કરવા જોઈએ. સાથે જ વ્હોટ્સએપ પર નાના વીડિયો પણ ફોનમાં અનેક સ્પેસ લે છે.

શું કરવું: ઓડિયો અને વીડિયોની કામની ફાઈલ્સ જ રાખો. વ્હોટ્સએપ પર આવતા વીડિયો, ઓડિયો અને GIF ફાઈલ એક વખત જોઈ તેને ડિલીટ કરી દો.

10. વ્હોટ્સએપની ફાઈલ્સ
તમારા વ્હોટ્સએપમાં ફોટો અને વીડિયો સાથે GIF, PDF, કોન્ટેક્ટ્સ, ઓડિયો સહિતની અનેક ફાઈલ આવે છે. તેને જોઈ અથવા સાંભળીને મોટા ભાગના યુઝર ડિલીટ કરતાં નથી. આ કન્ટેન્ટ જેટલી વખત ફોરવર્ડ કરવામાં આવે છે તે એટલી સ્પેસ લે છે. અર્થાત ફોનની મેમરી કન્ઝ્યુમ થાય છે. વ્હોટ્સએપમાં લાંબી કન્વર્ઝેશનને કારણે પણ ફોન સ્લો થાય છે.

શું કરવું: વ્હોટ્સએપપ મીડિયા ફોલ્ડરમાં જઈ એ ફાઈલ્સ ડિલીટ કરો જે તમારા કામની નથી. સેન્ટ મીડિયા ફાઈલ્સ પણ ડિલીટ કરો. ગ્રુપના વગર કારણના મેસેજિસ પણ ડિલીટ કરતાં રહો.