ટેક ટિપ્સ:10 લોકપ્રિય 'ફેમિલી-ટ્રેકિંગ' એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ જે 'ખતરનાક' સાબિત થઈ શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કેટલીક સૌથી લોકપ્રિય ટ્રેકિંગ એપ્લિકેશનો કે જેનો ઉપયોગ તમે તમારા બાળકો અને પરિવારની સુરક્ષા માટે કરો છો તે તમારી જાસૂસી કરી શકે છે. સાયબરન્યૂઝના એક અહેવાલ મુજબ બાળકો અને પરિવારના સભ્યોને ટ્રેક કરવા માટેની કેટલીક ટોચની એન્ડ્રોઈડ એપ્લિકેશનો તમારાં અને તમારાં પરિવારના સભ્યની માહિતી હેકર્સ / સાયબર ગુનેગારોને ખુલ્લાં પાડી શકે છે. રિપોર્ટમાં આ એન્ડ્રોઇડ એપ્સના નામ આપવામાં આવ્યા છે, જેને ગૂગલ પ્લે સ્ટોર પર 85 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. તે દાવો કરે છે કે, આ એપ્લિકેશન્સ પાસે સિક્યોર સોકેટ્સ લેયર (SSL) સર્ટિફિકેટનો યોગ્ય રીતે અમલ કર્યો નથી, જે તેમને મેન-ઇન-ધ-મિડલ (MITM) હુમલાઓ માટે સંવેદનશીલ બનાવે છે. આનો અર્થ એ છે કે, હેકર્સ તેમના દ્વારા અપલોડ કરવામાં આવતા ડેટા પર નજર રાખી શકે છે. રિપોર્ટમાં તેમને મોબાઇલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર પણ રેટિંગ આપવામાં આવ્યું છે. અહીં નામ અને તેમનું રેટિંગ આપવામાં આવ્યું છે.

FamiSafe: Parental Control app
એપ્લિકેશનમાં બે મેલેશિયસ લિંક્સ હોવાનું જાણવા મળ્યું છે. તેને મોબાઇલ સિક્યુરિટી ફ્રેમવર્ક પર 100માંથી 30નો સ્કોર મળ્યો છે.

​Phone Tracker by Number
આ એપ્લિકેશન એક મેલેશિયસ લિંક સાથે હોવાનું જાણવા મળ્યું છે. મોબાઇલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર તેનો સ્કોર સૌથી ઓછો 100માંથી 23 છે.

​My Family locator GPS tracker
આ એપ્લિકેશન પણ એક મેલેશિયસ લિંક સાથે હોવાનું જાણવા મળ્યું છે. તેને મોબાઇલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર 100માંથી 41નો સ્કોર મળ્યો છે.

​Find my kids: location tracker
આ એપ્લિકેશન પણ એક મેલેશિયસ લિંક સાથે હોવાનું જાણવા મળ્યું છે. તે મોબાઇલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર 100માંથી 36નો સ્કોર મળ્યો છે.

​Pingo by Findmykids
મોબાઇલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર આ એપ્લિકેશનને 100માંથી 53નો સ્કોર મળ્યો છે.

​Family GPS tracker KidsControl
આ એપ્લિકેશનને મોબાઇલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર 100માંથી 47નો સ્કોર મળ્યો છે.

​MMGuardian Parent app
આ એપ્લિકેશનને મોબાઇલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર 100માંથી 43નો સ્કોર મળ્યો છે.

​Family Locator - GPS Tracker and Find your phone app
આ એપ્લિકેશનને મોબાઇલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર 100માંથી 43નો સ્કોર મળ્યો છે.

​Find my phone. Family GPS Locator by Familo
આ એપ્લિકેશનને મોબાઇલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર 100માંથી 45નો સ્કોર મળ્યો છે.

​MMGuardian app for Child Phone
આ એપ્લિકેશનને મોબાઇલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર 100માંથી 44નો સ્કોર મળ્યો છે.