તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેમિંગથી માઈન્ડ ડેવલપ થશે:રોજ 10 મિનિટ ગેમ રમવાથી ઈસ્પોર્ટ સ્કિલ નિખરે છે, શિખાઉ લોકોને વધારે ફાયદો થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝડપથી રમતા ગેમર્સનું મગજ જલ્દી એક્ટિવ થાય છે

વીડિયો ગેમની ટેવ ભલે સારી ના હોય, પરંતુ રોજ 10 મિનિટ રમવાથી ઈસ્પોર્ટ સ્કિલ સુધરે છે. ઈસ્પોર્ટ સાયન્સ રિસર્ચ લેબ (ESRL) આ બબાતે એક સ્ટડી કરી છે. સ્ટડી પ્રમાણે, 10 મિનિટ રમવાથી નવા ગેમર્સને ઘણો ફાયદો થયો છે.

ટ્રેનિંગ સેશનમાં શરુઆતની 20 મિનિટ સુધી ટ્રાન્સક્રેનીલ ડાયરેક્ટ સ્ટિમ્યુલેશન (tDCS)હેડસેટનો ઉપયોગ કરવામાં આવ્યો. તેની મદદથી મગજની એક્ટિવિટી વિશે માહિતી મેળવી શકાય છે.

ગેમિંગ શીખતા નવા પ્લેયર્સને વધારે ફાયદો
ESRLનાં ડિરેક્ટર, રિસર્ચર માર્ક કેમ્પબેલે કહ્યું, શિખાઉ ગેમર્સે ટ્રેનિંગ પહેલાં tDCS પહેર્યા હતા, પાંચ દિવસોમાં તેમની ગેમિંગ સ્કિલમાં સુધારો થયો.

જો કે, સ્ટડી દરમિયાન ઘણા સ્પર્ધકોના મગજમાં કોઈ હલચલ જોવા ના મળી
જો કે, સ્ટડી દરમિયાન ઘણા સ્પર્ધકોના મગજમાં કોઈ હલચલ જોવા ના મળી

કમ્પ્યુટરમાં હ્યુમન બિહેવિયર પર સ્ટડી કરવા માટે સ્પર્ધકોને tDCS હેડસેટ ફેરવ્યા હતા.

ઝડપથી રમતા મગજ વધારે એક્ટિવ થયું
રિસર્ચરે કહ્યું કે, ગેમિંગ સ્ટડીની ટ્રેનિંગ દરમિયાન અમે પ્લેયર્સને દુશ્મનો શોધીને જલ્દી અને યોગ્ય રીતે શૂટ કરવા કહ્યું. આમ કરતા પ્લેયર્સનું મગજ વધારે એક્ટિવ થઈ ગયું. જે પ્લેયર્સના મગજમાં કોઈ હલચલ ના થઈ, તેમની તપાસ કરી તો તેમનામાં લેફ્ટ અને રાઈટ ટાર્ગેટની ઈફેક્ટ દેખાઈ, પરંતુ સેન્ટર ટાર્ગેટ ના મળ્યું. સ્ટડીના રિઝલ્ટ પ્રમાણે, મોટાભાગના લોકોને 10 મિનિટ સુધી ગેમ રમવાથી ફાયદો થઈ શકે છે.