દેશમાં કોરોના વાઈરસને લીધે ઘણી જગ્યા પર બીજી વખત લોકડાઉન લાગુ કર્યું છે, જેને કારણે આ વર્ષે તહેવારની મજા બગડી શકે છે. લોકડાઉનમાં દુકાનો પણ નહિ ખૂલે કે લોકો તહેવારની ખરીદી કરવા બહાર પણ નહિ જઈ શકે. જો કે, કોરોનાથી આપણું રક્ષણ કરવા લોકડાઉનની બધી શરતોનું પાલન કરવું પણ જરૂરી છે. જો તમે ઘરે બેઠા કોઈ પણ મુશ્કેલી વગર અન્ય શહેરમાં તમારા ભાઈ/બહેનને રાખડી મોકલવા માગતા હોવ તો તમારા માટે 10 વેબ સાઈટનું લિસ્ટ તૈયાર છે. રાખડી પસંદ કરીને તમારા ભાઈ/બહેનના એડ્રેસ પર મોકલી શકો છો..
1.એમેઝોન (Amazon)
ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોને રાખડી માટે સ્પેશિયલ રાખી સ્ટોર શરુ કર્યો છે. તેમાં બે અલગ-અલગ સેક્શન છે, ગિફ્ટ ફોર સિસ્ટર્સ અને ગિફ્ટ ફોર બ્રધર્સ. આ સેક્શનમાં જઈને તમે તમારી પસંદગી પ્રમાણે ભાઈ-બહેન રાખડી મોકલી શકો છો. રાખડી ઉપરાંત ગિફ્ટ પણ છે. 499 રૂપિયાથી વધારેની ખરીદી પર ફ્રી ડિલિવરી મળશે, જો કે નોન પ્રાઈમ મેમ્બર્સ માટે 499 રૂપિયાથી ઓછા શોપિંગ પર 40 રૂપિયા ડિલિવરી ચાર્જ થશે.
2.આર્ચિઝ (Archies)
આર્ચિઝ ઓનલાઈન સાઈટ પર પ્રીમિયમ રાખડી, સિંગલ રાખડી, કિડ્સ રાખડી, ભાઈ-ભાભી રાખડી અવેલેબલ છે. સાથે જ 70 ટકા ડિસ્કાઉન્ટની સાથે રાખી વિથ ચોકલેટ, રાખી વિથ ગિફ્ટ જેવી ઓફર પણ છે. અહિ તમે તમારા બજેટ પ્રમાણે રાખડી સિલેક્ટ કરીને આખા દેશમાં કોઈ પણ જગ્યાએ મોકલી શકો છો. 499 રૂપિયાથી વધારે શોપિંગ પર આખા ભારતમાં ફ્રી ડિલિવરી મળશે.
3. ફર્ન્સ-એન-પેટલ્સ (fernsnpetals)
ફર્ન્સ-એન-પેટલ્સ સાઈટ પર એક્ઝ્ક્લુઝિવ ઓફર છે, અહિ માત્ર ભારત જ નહિ પણ વિદેશમાં પણ રાખડી મોકલી શકો છો. દરેક ઓર્ડર પર ઓછામાં ઓછું 10-12 ટકા ડિસ્કાઉન્ટ મળશે. વધારે ઓર્ડર પર ડિસ્કાઉન્ટ પણ મોટું છે.
4.માયફ્લાવરટ્રી (myflowertree)
આ સાઈટ પર ભારત સહિત વિદેશમાં પણ રાખડી મોકલી શકો છો. રાખડી ઉપરાંત ગિફ્ટ માટે પણ અલગ સેક્શન છે. તેમાં ડિલિવરી માટે બે ઓપ્શન છે. ફિક્સ્ડ ટાઈમ ડિલિવરીમાં એક્સ્ટ્રા રૂપિયા આપવા પડશે, જેમાં તમે કહેશો તે સમયે જ રાખડી પહોંચી જશે. જ્યારે સ્ટાન્ડર્ડ ઓપ્શનમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપવો નહિ પડે.
5. રાખી ડોટ ઈન (Rakhi.in)
આ રક્ષાબંધન માટે ડેડીકેટેડ સાઈટ છે. તેમાં ભારત ઉપરાંત અમેરિકા,ઇંગ્લેન્ડ, કેનેડા, યુએઈ અને ઓસ્ટ્રેલિયામાં રહેતા ભાઈ-બહેન માટે રાખડીઓ મોકલી શકો છો. સાઈટ પર ડિઝાઈનર રાખડીઓ, સિલ્વર રાખડી સહિત અન્ય ઘણી વેરાયટી છે. દુનિયાના ઘણા દેશોમાં રાખડી ડિલિવર કરવાનો ઓપ્શન પણ છે.
6. સેન્ડ ગિફ્ટ ટુ ઇન્ડિયા (Sendgift2india)
આ સાઈટ પર રાખડી માટે અલગ જ સેક્શન છે. ગ્રાહકો રાખડીની સાથે ફૂલો, ગિફ્ટ, મીઠાઈઓ મોકલવાની કોમ્બો ઓફર પણ પસંદ કરી શકે છે. 999 રૂપિયાના શોપિંગ પર ફ્રી ડિલિવરીની સુવિધા મળશે.
7. સેન્ડ રાખીઝ ઓનલાઈન (sendrakhizonline)
આ સાઈટથી ભારત સહિત અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રાખડી મોકલવાની સુવિધા મળશે. સાઈટ પર અલગ-અલગ વેરાયટીની રાખડીઓ અવેલેબલ છે.
8. ફ્લિપકાર્ટ (Flipkart)
ફ્લિપકાર્ટ પર વ્યાજબી ભાવે રાખડીઓ ઉપલબ્ધ છે. સિલેક્ટ કરેલી રાખડીઓને દેશના કોઈ પણ ખૂણે મોકલી શકાય છે. 500 રૂપિયાથી વધારે કિંમતની રાખડી પર કોઈ ડિલિવરી ચાર્જ લેવામાં નહિ આવે.
9. ફ્લાવર ઓરા (floweraura)
ભારતમાં કે અમેરિકામાં રહેતા ભાઈ-બહેનોને રાખડી મોકલવા માટે ફ્લાવરઓરાની મદદ લઇ શકો છો. તેમાં કિડ્સ રાખડી, ભાઈ-ભાભી રાખડી અને અન્ય કોમ્બો ઓફર પણ અવેલેબલ છે. રાખડીની સાથે સૂકોમેવો અને ચોકલેટ પણ મોકલી શકો છો. સાઈટ પરની રાખડીની કિંમત સિવાય તેમાં અન્ય કોઈ ચાર્જ લેવામાં નહિ આવે.
10. મિન્ત્રા (Myntra)
મિન્ત્રા પર રાખડીઓ કોમ્બો પેકમાં અવેલેબલ છે. ઓનલાઈન બુકિંગ કરીને દેશભરમાં મોકલી શકાય છે. જો કે, સાઈટ પર ઉપલબ્ધ અમુક પ્રોડક્ટ્સને રિટર્ન નહિ કરી શકો, આથી યોગ્ય તપાસ કરીને જ રાખડીઓ ખરીદો. 799 રૂપિયાથી વધારે ખરીદી પર કોઈ ડિલિવરી ચાર્જ લેવામાં નહિ આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.