તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એપ્સનો ઉપયોગ કરી રહેલા એક ચતુર્થાંશ યુઝર્સ એપને માઈક અને વેબકેમની પરમિશન આપે છે. સાયબર સિક્યોરિટી ફર્મ કેસ્પરસ્કાયે 15 હજાર લોકો પર ગ્લોબલી રિસર્ચ કર્યું. તેમાં માલુમ પડ્યું કે 4માંથી 1 યુઝર્સ આ પ્રકારની પરમિશન આપે છે. જોકે વેબકેમ સુરક્ષા માટે મોટા ભાગના યુઝર્સ અવેર છે.
રિસર્ચમાં 10માંથી 6 લોકો એ વાત માટે ચિંતિત હતા કે તેમની પરમિશન વગર વેબકેમની મદદથી તેમને કોઈ જોઈ શકે છે. 60% લોકોએ જણાવ્યું કે, મલિશિયસ સોફ્ટવેરથી આ કામ કરી શકાય છે.
25થી 34 વર્ષની ઉંમરના યુઝર્સ એપને એક્સેસ આપે છે
રિસર્ચ પ્રમાણે કોવિડ-19 મહામારી પછી મોટા ભાગના લોકોએ વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મસને માઈક એને કેમેરા એક્સેસ આપ્યો. કારણ કે તેની મદદથી બિઝનેસ ચાલતો હતો અને બાળકોનો ઓનલાઈન અભ્યાસ પણ થઈ રહ્યો હતો. એપ્સને 25થી 34 વર્ષની ઉંમરના 27% યુઝર્સે વેબકેમ અને માઈકની પરમિશન આપે છે.
55 વર્ષના યુઝર્સે પરમિશન ઓછી આપી
55 અથવા તેનાથી વધારે ઉંમરના 38% યુઝર્સે એપ્સ અથવા સર્વિસિસને કેમેરા, માઈક, ગેલરી, કોલ, કોન્ટેક્ટ સહિતની પરમિશન આપી નથી.
યુઝર સિક્યોરિટી માટે વધુ અલર્ટ બન્યા
કેસ્પરસ્કાયના કન્ઝ્યુમર પ્રોડક્ટ માર્કેટિંગ હેડ મરીના ટિટોવાએ કહ્યું કે ઘણા લોકો વેબ કેમેરાનો ઉપયોગ અને સાયબર સુરક્ષા પ્રક્રિયાઓથી પરિચિત હોતા નથી. જોકે આ આંકડા ઓનલાઈન સુરક્ષા અને સંભવિત જોખમ વિશે જાગૃતતા પ્રતીત કરે છે. તે દર્શાવે છે કે યુઝર્સ હવે વધારે જાગૃત બન્યા છે.
84% ભારતીયોને પ્રાઈવેટ ડેટાની સુરક્ષા કરતી ફર્મ પસંદ
દુનિયાભરમાં સૌથી વધારે ભારતીય ડેટા પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટી માટે તે સંબંધિત ઓર્ગેનાઈઝેશન સાથે કામ કરે છે. કેનેડાના ઈન્ફોર્મેશન મેનેજમેનન્ટ કંપની ઓપનટેક્સ્ટના સર્વે પ્રમાણે, 84% ભારતીય ડેટા પ્રાઈવસી ફર્મ સાથે કામ કરે છે. સર્વે દરમિયાન 6000 લોકોએ પોતાનો એક્સપિરિઅન્સ શેર કર્યો હતો. આ આંકડો બ્રિટનમાં 49%, જર્મનીમાં 41%, સ્પેનમાં 36% અને ફ્રાન્સમાં 17% છે. તેનો મતલબ એ થાય છે કે ભારતીયો પોતાની ડેટા પ્રાઈવસી પર વધારે ધ્યાન આપે છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.