અપકમિંગ / શાઓમીનો અપકમિંગ સ્માર્ટફોન ‘પોકો F2’ ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે

Xiaomi's upcoming smartphone 'Poco F2' is likely to launch soon

  • ફોનને ‘રેડમી K20 પ્રો’ જેવો લુક આપવામાં આવશે
  • ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવી શકે છે

Divyabhaskar.com

Jan 13, 2020, 06:02 PM IST

ગેજેટ ડેસ્કઃ શાઓમી તેનો અપકમિંગ સ્માર્ટફોન ‘પોકો F2’ લોન્ચ કરવાની તૈયારીમાં છે. POCOના ગ્લોબલ હેડ એલ્વિન ત્સેએ ટ્વીટ કરીને વર્ષ 2020માં ફોનનાં લોન્ચિંગ વિશે હિન્ટ આપી હતી.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનને ટ્રેડમાર્ક એપ્લિકેશન પર લિસ્ટ કરવામાં આવ્યો છે. ટ્વિટર પર @ _the_tech_guy યુઝરે તેનું ટ્વીટ કરીને માહિતી આપી છે. જોકે આ વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.

ભારતમાં ઓગસ્ટ 2018માં ‘પોકો F1’ લોન્ચ થયો હતો. ત્યારથી પોકોનો એક પણ સ્માર્ટફોન લોન્ચ થયો નથી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં 3 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે અને સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. આ ફોનને ‘રેડમી K20 પ્રો’ જેવો લુક આપવામાં આવશે.
ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે.

X
Xiaomi's upcoming smartphone 'Poco F2' is likely to launch soon

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી