કન્ફર્મ / શાઓમીનો અપકમિંગ સ્માર્ટફોન ‘Mi 10’ 23 ફેબ્રુઆરીએ લોન્ચ થશે

Xiaomi's upcoming smartphone 'Mi 10' launches on February 23

  • ‘Mi 10’ અને ‘Mi 10 પ્રો’ બંને ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 865 SoC પ્રોસેસર મળશે
  • ‘Mi 10’ ફોનમાં ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને ગ્રેડિઅન્ટ ફિનિશિંગ મળી શકે છે

Divyabhaskar.com

Feb 13, 2020, 11:15 AM IST

ગેજેટ ડેસ્કઃ શાઓમીનો અપકમિંગ સ્માર્ટફોન 23 ફેબ્રુઆરીએ સ્પેનના બાર્સિલોમાં યોજાનાર MWC 2020 ઇવેન્ટમાં લોન્ચ થશે. શાઓમીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ માહિતી શેર કરવામાં આવી છે. આ દિવસે ‘Mi 10 પ્રો’ સ્માર્ટફોન પણ લોન્ચ થઈ શકે છે. લોન્ચિંગ પહેલાં જ સ્માર્ટફોનનાં અનેક સ્પેસિફિકેશન લીક થઈ ચૂક્યા છે. આ ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 865 SoC પ્રોસેસર મળશે. વર્ષ 2019ની કવૉલકોમની ટેક સમિટમાં આ વાત કન્ફર્મ થઈ હતી

‘Mi 10 પ્રો’
વીબો વેબસાઈટ પર શેર કરવામાં આવેલા ‘Mi 10 પ્રો’નાં સ્ક્રીનશોર્ટ મુજબ ફોનમાં 6.4 ઇંચની ફુલ HD+ની ડિસ્પ્લે આપવામાં આવશે. તેનું રિઝોલ્યુશન 1080x2080 પિક્સલ હશે. ફોનમાં 512GBનું ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવશે.

લીક તસવીર અનુસાર ફોનમાં 108MP+ 16MP +12MP+ 5MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે. સેલ્ફી અને વીડિયો કોલીંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે. ફોનમાં 5,250 mAhની બેટરી મળશે. ફોનમાં શાઓમીની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ 11.20.1.21 મળશે.

‘Mi 10’
‘Mi 10’ની લીક થયેલી તસવીરો મુજબ, ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને ગ્રેડિઅન્ટ ફિનિશિંગ આપવામાં આવશે. ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે મળશે.

X
Xiaomi's upcoming smartphone 'Mi 10' launches on February 23

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી