તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાઓમીના ‘રેડમી k30 પ્રો’ સ્માર્ટફોનમાં પોપઅપ સેલ્ફી કેમેરા મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનમાં સર્ક્યુલર 4 રિઅર કેમેરા મળશે
  • એન્ડ્રોઇડ 10 વિથ MIUI ઓપરેટિંગ સિસ્ટમ પણ મળશે
  • ફોનનો વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમી તેનો અપકમિંગ સ્માર્ટફોન ‘રેડમી k30 પ્રો’ 24 માર્ચે ચીનમાં લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં કંપનીની માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ વીબો પર ફોન લિસ્ટ થયો છે. તે અનુસાર ફોનમાં સિંગલ પોપઅપ સેલ્ફી કેમેરા મળશે. ચાઈનીઝ ટેક વેબસાઈટ વીબો પર ફોનની 2 ઇમેજ પોસ્ટ કરવામાં આવી છે.


આ તસવીર અનુસાર ફોનનું વ્હાઇટ અને સ્યાન કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. ફોનમાં મેટાલિક ફ્રેમિંગ અને રેડ કલર પાવર બટન મળશે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન  865 SoC પ્રોસેસર મળશે. એન્ડ્રોઇડ 10 વિથ MIUI ઓપરેટિંગ સિસ્ટમ પણ મળશે. 


ફોનમાં સર્ક્યુલર 4 રિઅર કેમેરા મળશે. તેની નીચે સિંગલ LED ફ્લેશ લાઈટ મળશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 64MPનો પ્રાઈમરી કેમેરા મળશે. ફોનની અપર સાઈડ 3.5mmનો ઓડિયો જેક મળશે. ફોનમાં 6000mAhની બેટરી પણ મળી શકે છે.