અપકમિંગ / ટૂંક સમયમાં શાઓમીના લેટેસ્ટ સ્માર્ટફોન ‘Mi 10’ અને ‘Mi 10 પ્રો’ ભારતમાં લોન્ચ થશે

Mi 10
Mi 10
Mi 10 પ્રો
Mi 10 પ્રો

  • બંને સ્માર્ટફોનમાં વાઈફાઈ 6 અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું
  • ચીનમાં ‘Mi 10’ સ્માર્ટફોનનાં સિલ્વર બ્લેક, પીચ ગોલ્ડ અને આઈસ બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં

Divyabhaskar.com

Feb 17, 2020, 03:10 PM IST

ગેજેટ ડેસ્કઃ શાઓમીના લેટેસ્ટ સ્માર્ટફોન ‘Mi 10’ અને ‘Mi 10 પ્રો’ ગત ગુરુવારે ચીનમાં લોન્ચ થયાં છે. ટૂંક સમયમાં જ ભારતમાં તેને લોન્ચ કરવામાં આવી શકે છે. શાઓમીના ગ્લોબલ વાઇસ પ્રેસિડન્ટ મનુકુમાર જૈને ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જોકે ટ્વીટમાં ફોનની કિંમત અને લોન્ચિંગ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

મનુકુમારના ટ્વીટ અનુસાર આ ફોનનું પ્રોડક્શન ઇન્ડિયામાં નહીં કરવામાં આવે પરંતુ ચીનથી ફોનનું ઈમ્પોર્ટ કરવામાં આવશે. તેથી સ્માર્ટફોનની કિંમત ચીનનાં વેરિઅન્ટ કરતાં થોડી વધારે હોઈ શકે છે.

ચીનમાં ‘Mi 10’નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 3,999 ચીની યુઆન (આશરે 40,800 રૂપિયા) છે અને ‘Mi 10 પ્રો’નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 4999 ચીની યુઆન (આશરે 51,000 રૂપિયા) છે.

બંને સ્માર્ટફોનમાં 108 MP રિઅર કેમેરા ધરાવતું 4 રિઅર કેમેરા સેટઅપ, વાઈફાઈ 6 અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં ‘Mi 10’ સ્માર્ટફોનનાં 8GB + 128GB, 8GB + 256GB અને 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ‘Mi 10 પ્રો’ સ્માર્ટફોનનાં 8GB + 256GB, 12GB + 256GB અને 12GB + 512GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

X
Mi 10Mi 10
Mi 10 પ્રોMi 10 પ્રો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી