તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Xiaomi Will Soon Launch A Foldable Cwith Its Pop up Selfie Camera, The Company Files A Patent

શાઓમી ટૂંક સમયમાં તેનો પૉપ-અપ સેલ્ફી કેમેરાવાળો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે, કંપનીએ પેટન્ટ ફાઈલ કરાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ફોન મોટોરોલાના ફોલ્ડેબલ સ્માર્ટફોન 'મોટોરોલા રેઝર 2019'ની જેમ ફોલ્ડ થશે
  • ફોનમાં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિઅર કેમેરા અને LED ફ્લેશ લાઈટ મળશે
  • ફોનને વર્ષ 2020માં ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે

ગેજેટ ડેસ્કઃ ફોલ્ડેબલ સ્માર્ટફોનની લોકપ્રિયતા જોઈને સેમસંગ, હુવાવે અને મોટોરોલા કંપની બાદ હવે ચાઈનીઝ ટેક કંપની શાઓમી પણ પોતાનો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ ગત ઓગસ્ટ મહિનામાં WIPO (વર્લ્ડ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન)માં ફોલ્ડેબલ સ્માર્ટફોનની પેટન્ટ ફાઈલ કરાવી છે. પેટન્ટ મુજબ શાઓમીના અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં પોપ-અપ સેલ્ફી કેમેરા હશે.


કંપનીએ ફાઈલ કરાવેલી પેટન્ટ મુજબ આ ફોન મોટોરોલાના ફોલ્ડેબલ સ્માર્ટફોન 'મોટોરોલા રેઝર 2019'ની જેમ ફોલ્ડ થશે.  


અપકમિંગ ફોનની બેક પેનલમાં નાની સ્ક્રીન પણ આપવામાં આવશે. તેમાં યુઝર ફોનનાં કેટલાંક નોટિફિકેશન જોઈ શકશે.


પેટન્ટ મુજબ ફોનમાં ફોટાગ્રાફી માટે ડ્યુઅલ રિઅર કેમેરા અને LED ફ્લેશ લાઈટ મળશે. ફોનની રિઅર સેકન્ડરી ડિસ્પ્લેમાં 3 હોલ આપવામાં આવશે.


WIPO તરફથી કંપનીને 6 ડિસેમ્બર 2019ના રોજ મંજૂરી મળી ગઈ છે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોનને શાઓમી કંપની ક્યારે લોન્ચ કરશે તેની કોઈ માહિતી આપી નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વર્ષ 2020માં તેને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.