- પાવરબેંકને સ્કિન ફ્રેન્ડલી પ્લાસ્ટિક PC+ABS મટિરિયલથી બનાવવામાં આવી છે
- તેમાં ચાર્જિંગ કેપેસિટી વિશે માહિતી આપતી ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવી છે
Divyabhaskar.com
Dec 01, 2019, 03:51 PM ISTગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ પ્રથમવાર રેડિયો સપોર્ટ સાથેની પાવર બેંકને ચીનમાં લોન્ચ કરી છે. આ પાવર બેંકને રેટ્રો સ્ટાઇલ ડિઝાઇન આપવામાં આવી છે. પાવરબેંકને બ્લેક, વ્હાઇટ અને પિન્ક કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. ચીનમાં તેની કિંમત 138 ચીની યુઆન (આશરે 1400 રૂપિયા) છે.
પાવરબેંકનાં બેઝિક સ્પેસિફિકેશન
- આ પાવરબેંકમાં ઈન બિલ્ટ રેડિયો આપવામાં આવ્યો છે. ચાર્જિંગ માટે તેમ 2 USB પોર્ટ આપવામાં આવ્યાં છે.
- આ પાવરબેંકમાં 10,000 mAhની બેટરી આપવામાં આવી છે.
- પાવરબેંકને સ્કિન ફ્રેન્ડલી પ્લાસ્ટિક PC+ABS મટિરિયલથી બનાવવામાં આવી છે.
- પાવરબેંકમાં ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવી છે. તે ચાર્જિંગ કેપેસિટી વિશે માહિતી આપે છે.
- આ પાવરબેંક આઈફોન એક્સને 3 વાર ફુલ ચાર્જ કરી શકે છે.