ન્યૂ લોન્ચ / શાઓમીએ mi ટીવી 4x55 ઈંચ 2020 એડિશન લોન્ચ કરી, શરૂઆતની કિંમત ₹ 34,999

Xiaomi launches mi TV 4x55 inch 2020 edition, starting at ₹ 34,999

  • ટીવીમાં ગૂગલ અસિસ્ટન્ટ, યુટ્યૂબ, ક્રોમકાસ્ટ અને ગૂગલ પ્લે સ્ટોર પણ સપોર્ટ કરે છે
  • ટીવીનું વેચાણ 2 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે

Divyabhaskar.com

Nov 29, 2019, 11:53 AM IST

ગેજેટ ડેસ્ક: શાઓમીએ ગુરુવારે ભારતમાં mi ટીવી 4X 55 2020 એડિશન લોન્ચ કરી છે. આ ટીવીમાં 55 ઈંચની 4k HDR ડિસ્પ્લે અને વિવિડ પિક્ચર ક્વૉલિટી મળશે. ટીવીમાં ડોલ્બિ ઓડિયો અને DTH HDની સુવિધા આપવામાં આવી છે. તેમાં એન્ડ્રોઈડ બેઝ્ડ પેચવોલ 2.0 ઈન્ટરફેસ મળે છે, જે એમેઝોન પ્રાઈમ, હોટ સ્ટાર અને નેટફ્લિકિસ જેવા ઓવર ધ ટૉપ પ્લેટફોર્મને સપોર્ટ કરે છે. આ નવાં ટીવીમાં ગૂગલ અસિસ્ટન્ટ, યુટ્યૂબ, ક્રોમકાસ્ટ અને ગૂગલ પ્લે સ્ટોર પણ સપોર્ટ કરે છે. તેમાં પ્રિ-લોડેડ ડેટા સેવરનું ફીચર પણ આપવામાં આવ્યું છે.

કિંમત અને ઓફર
ભારતમાં આ ટીવીની કિંમત 34,999 રૂપિયા છે. તેને એમેઝોન, MI.COM અને MI હોમ સ્ટોર પરથી ખરીદી શકાશે. તેનું વેચાણ 2 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. 31 જાન્યુઆરી પહેલાં ટીવી ખરીદતા ગ્રાહકોને 1800 રૂપિયાનું 4 મહિનાના સબસ્ક્રિપ્શનવાળું એરટેલ DTH કનેક્શન આપવામાં આવશે.

સ્પેસિફિકેશન

  • આ એડિશન એન્ડ્રોઈડ 9 પાઇ પર બેઝ્ડ પેચવોલ 2.0 યુઝર ઈન્ટરફેસ પર રન કરે છે. તેમાં 55 ઈંચની 4K HDR ડિસ્પલે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશ 3840X2160 છે. આ ડિસ્પલે 178 ડિગ્રી વ્યૂ એંગલ અને 64 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે.
  • ટીવીમાં ક્વાડ-કોર એમલોજિક કોર્ટેક્સ A-53 સીપીયુ આપવામાં આવ્યુંછે. તેમજ 2GBની રેમઅને 8GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
  • ટીવીમાં 10 વૉટના 2 સ્પીકર આપવામાં આવ્યા છે, જે ડોલ્બિ સાઉન્ડ જનરેટ કરે છે.
  • કનેક્ટિવિટી માટે 2 USB 2.0 પોર્ટ, 3 HDMI પોર્ટ, ઈથરનેટ પોર્ટ, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, 1 હેડફોન જેક અને એક AV આઉટ આપવામાં આવ્યું છે.
  • ટીવીની સાથે બ્લુટૂથ રિમોર્ટ પણ મળે છે, જે વોઈસ કમાન્ડ સપોર્ટ કરે છે.
X
Xiaomi launches mi TV 4x55 inch 2020 edition, starting at ₹ 34,999

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી