શાઓમીએ Mi સ્માર્ટ બેડસાઈડ લેમ્પ 2 લોન્ચ કર્યો, કિંમત 2,299 રૂપિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુઝર બોલીને પણ આ લેમ્પને કન્ટ્રોલ કરી શકશે
  • લેમ્પમાં 1.6 કરોડ કલર્સની લાઈટ સેટ કરી શકાય છે
  • તે ગૂગલ આસિસ્ટન્ટ અને એલેક્સાને પણ સપોર્ટ કરે છે

ગેજેટ ડેસ્ક: ટેક કંપની શાઓમીએ બુધવારે ભારતના માર્કેટમાં પોતાની લેટેસ્ટ સ્માર્ટ હોન પ્રોડક્ટ એટલે કે Mi સ્માર્ટ બેડસાઈડ લેમ્પ 2 લોન્ચ કર્યો છે. આ લેમ્પમાં 1.6 કરોડ જેટલા કલર્સ સેટ કરી શકાય છે. આ ઉપરાંત યુઝર બોલીને પણ તેને ઓપરેટ કરી શકે છે. આ લેમ્પ એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ અને એપલ હોમ કિટ જેવા ફીચર્સને સપોર્ટ કરે છે. આ લેમ્પને એમઆઈ હોમ સ્ટોર પરથી ખરીદી શકાય છે. હાલ સ્પેશિયલ ક્રાઉડફંડિંગમાં તેની કિંમત 2,299 રૂપિયા રાખી છે. 

લેમ્પની કિંમત 
શાઓમીની ઓફિશિયલ વેબસાઈટ પર Mi  સ્માર્ટ બેડસાઈડ લેમ્પ 2ની કિંમત 2,499 રૂપિયા છે. હાલ ક્રાઉડફંડિગમાં તેનું વેચાણ 2,299 રૂપિયામાં થઈ રહ્યું છે. આ લેમ્પનું શિપિંગ 3 ડિસેમ્બરથી શરુ થશે. કંપનીનું કહેવું છે કે, ક્રાઉડફંડિંગ માટે 2 હજાર યુનિટ ઉપલબ્ધ કરાયા છે. સારો રિસ્પોન્સ મળવા પર લેમ્પ ઓપન સેલમાં વેચાણ માટે રાખવામાં આવશે.


Mi  સ્માર્ટ બેડસાઈડ લેમ્પ 2નાં સ્પેસિફિક
ેશન
12 વૉટના સ્માર્ટ બેડસાઈડ લેમ્પ 2ની લાઈટને 1.6 કરોડ કલર્સમાં સેટ કરી શકાય છે
કંપનીનો દાવો-લેમ્પની લાઈફ 11 વર્ષની છે 
કલર એડજસ્ટમેન્ટનીજેમ લેમ્પમાં શેડ્યુલિંગની પણ સુવિધા છે
સ્માર્ટ લેમ્પમાં ફ્લો મોડ પણ છે, જેથી લાઈટનો કલર તેની જાતે જ બદલાય છે
 Mi લેમ્પ 2ને Mi હોમ એપની મદથી ઓપરેટ કરી શકાય છે
 

અન્ય સમાચારો પણ છે...