તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શાઓમીએ 108MP રિઅર કેમેરા સાથેના ‘Mi 10’ અને ‘Mi 10 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ કર્યાં

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
‘Mi 10’
  • ઓફિશિયલ વેબસાઈટ બંને સ્માર્ટફોનનું પ્રિબુકિંગ શરૂ કરવામાં આવ્યું
  • ‘Mi 10’ સ્માર્ટફોનનાં 8GB + 128GB, 8GB + 256GB અને 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં
  • ‘Mi 10 પ્રો’ સ્માર્ટફોનનાં 8GB + 256GB, 12GB + 256GB અને 12GB + 512GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં
  • બંને સ્માર્ટફોનમાં વાઈફાઈ 6 અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ 108MP રિઅર કેમેરા સાથેના ‘Mi 10’ અને  ‘Mi 10 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને 90Hz રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનને સ્પેનમાં યોજાનાર ‘MWC 2020’ ઇવેન્ટમાં લોન્ચ કરવાના હતા પરંતુ ઇવેન્ટ કેન્સલ થતા કંપનીએ સ્માર્ટફોનને ગુરુવારે ચીનમાં લોન્ચ કર્યા છે. 

વેરિઅન્ટ 
‘Mi 10’ સ્માર્ટફોનનાં 8GB + 128GB, 8GB + 256GB અને 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ‘Mi 10’ સ્માર્ટફોનનાં સિલ્વર બ્લેક, પીચ ગોલ્ડ અને આઈસ બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ‘Mi 10 પ્રો’ સ્માર્ટફોનનાં 8GB + 256GB, 12GB + 256GB અને 12GB + 512GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનનાં પર્લ વ્હાઇટ અને સ્ટેરી બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. બંને ફોનમાં વાઈફાઈ 6 અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે. બંને સ્માર્ટફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. DxOMark બેંચમાર્ક વેબસાઈટ DxOMark દ્બારા  Mi 10 Pro સ્માર્ટફોનને ફોટોગ્રાફી માટે 124 સ્કોર આપવામાં આવ્યો છે.


ઓફિશિયલ વેબસાઈટ બંને સ્માર્ટફોનનું પ્રિબુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ચીનમાં 14 ફેબ્રુઆરી અને ચીનની બહાર 18 ફેબ્રુઆરીથી ફોનનું વેચાણ શરૂ કરવામાં આવશે.

‘Mi 10’
વેરિઅન્ટ અને કિંમત 
8GB + 128GB: 3,999 ચીની યુઆન (આશરે 40,800 રૂપિયા)
8GB + 256GB: 4,299 ચીની યુઆન (આશરે 43,900 રૂપિયા)
12GB + 256GB: 4,699  ચીની યુઆન (આશરે 48,000 રૂપિયા)

‘Mi 10’નાં બેઝિક સ્પેસિફિકેશન.

ડિસ્પ્લેસાઈઝ 6.67 ઇંચ
ડિસ્પ્લેટાઈપ  ફુલ HD+ કર્વ્ડ AMOLED  (1080 x 2340 પિક્સલ)
OS    એન્ડ્રોઇડ 10
પ્રોસેસર     ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865
રેમ    8GB/12GB
સ્ટોરેજ    128GB/256GB
રિઅર કેમેરા108MP (પ્રાઈમરી કેમેરા) + 13MP  (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ ) +2MP (ડેપ્થ સેન્સર) + 2MP (મેક્રો લેન્સ)
ફ્રન્ટ કેમેરા    20MP
બેટરી    4780mAh વિથ વાયર એન્ડ વાયર લેસ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

 ‘Mi 10 પ્રો’ 8GB +256GB: 4999 ચીની યુઆન (આશરે 51,000 રૂપિયા ) 12GB+256GB: 5499 ચીની યુઆન (આશરે 56,000 રૂપિયા) 12GB+512GB: 5999 ચીની યુઆન (આશરે 61,000 રૂપિયા)

‘Mi 10 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન 

ડિસ્પ્લેસાઈઝ 6.67 ઇંચ
ડિસ્પ્લેટાઈપ  ફુલ HD+ કર્વ્ડ AMOLED  (1080 x 2340 પિક્સલ)
OS    એન્ડ્રોઇડ 10
પ્રોસેસર     ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865
રેમ    8GB/12GB
સ્ટોરેજ 128GB/256GB/512GB
રિઅર કેમેરા108MP (પ્રાઈમરી કેમેરા) + 20MP  (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ ) +12MP (પોર્ટ્રેટ લેન્સ) + 8MP (ટેલિફોટો લેન્સ)
ફ્રન્ટ કેમેરા    20MP
બેટરી 4500mAh  વિથ વાયર 50  વાયર વૉટ અને વાયર લેસ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો