ચીનની શાઓમી કંપનીએ ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં 10 કરોડ સ્માર્ટફોન વેચ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ આંકડા પ્રમાણે દેશમાં દર ત્રણ સેન્કડે 2 ફોન વેચાયા છે

ગેજેટ ડેસ્ક: ચીનની કંપની શાઓમીએ શુક્રવારે ભારતમાં વેચેલા ફોનના આંકડાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે, ભારતમાં અમે છેલ્લા 5 વર્ષમાં કુલ 10 કરોડ સ્માર્ટફોન વેચ્યા છે. જે એક મોટો રેકોર્ડ છે. આ આંકડા પ્રમાણે દેશમાં દર ત્રણ સેન્કડે 2 ફોન વેચાયા છે.શાઓમી ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ અને મેનેજીંગ ડિરેક્ટર મનુકુમાર જૈને કહ્યું કે, અમને શરૂઆતથી અત્યાર સુધી લાખો યુઝર્સનો પ્રેમ મળ્યો છે. 

    વધુમાં તેમણે કહ્યું, અમે આવ્યા તે પહેલાં ભારતમાં ઘણી કંપનીઓ માર્કેટમાં હતી. પરંતુ, જે જગ્યાએ આ જે અમે પહોંચી ગયા છે ત્યાં સુધી દૂર-દૂર સુધી અમને ટક્કર આપવા માટે કોઈ કંપની નથી. શાઓમી કંપની ભારતમાં છેલ્લા ઘણા સમયથી લીડિંગ સ્માર્ટફોન બ્રાન્ડ છે     ભારતમાં ફેમસ સ્માર્ટફોન સિરીઝમાં રેડમી એ અને રેડમી નોટ સિરીઝ પણ સામેલ છે. મનુકુમારે કહ્યું કે,  હું મારા 10 કરોડ સ્માર્ટફોન યુઝર્સનો દિલથી આભાર માનું છું અને હું તેમને વચન આપું છું કે આવનારા સમયમાં પણ આ જ પ્રકારની સારી પ્રોડક્ટ તેમના માટે લાવતા રહીશું.