અપકમિંગ / ‘Xiaomi CC9’ વેરિઅન્ટને ‘Mi 9 Lite’ નામથી સર્ટિફિકેટ મળ્યું, આવતા મહિને લોન્ચ થઈ શકે છે

Xiaomi CC9 variant gets certificate named 'Mi 9 Lite', may launch next month

  • થાઈલેન્ડની NBTC (નેશનલ બ્રોડકાસ્ટિંગ એન્ડ ટેલિકમ્યૂનિકેશન કમિશન)એ આ ફોનને સર્ટિફિકેશન આપ્યું છે
  • Mi 9 Lite સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર અને ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે
  • આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને MIUI બેઝ્ડ એન્ડ્રોઈડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ હશે

Divyabhaskar.com

Sep 09, 2019, 01:05 PM IST

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ સ્માર્ટફોન મેકર શાઓમીએ પોતાના ‘Xiaomi CC9’ સ્માર્ટફોનને ‘Mi 9 Lite’ નામથી લોન્ચ કરશે. થાઈલેન્ડની NBTC (નેશનલ બ્રોડકાસ્ટિંગ એન્ડ ટેલિકમ્યૂનિકેશન કમિશન)એ આ ફોનને સર્ટિફિકેશન આપ્યું છે, જેનો મોડેલ નંબર M1904F3BG છે અને તેનું નામ Mi 9 Lite છે. આ મોડેલ નંબર Mi CC9 ના મોડેલ નંબર M1904F3BTથી મળતું આવે છે.

Xiaomi Mi 9 Lite વેરિઅન્ટને સૌથી પહેલાં ઓગસ્ટની શરૂઆતમાં રશિયાની એજન્સ EEC તરફથી સર્ટિફિકેટ મળ્યું હતું, ત્યારે એમ માનવામાં આવી રહ્યું હતું કે આ સ્માર્ટફોનને ‘Mi A3 Pro’ તરીકે લોન્ચ કરવામાં આવશે. જોકે હવે આ વાતમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. આ સ્માર્ટફોનને હવે Xiaomi Mi 9 Lite નામથી આવતા મહિને લોન્ચ કરવામાં આવશે.

Mi 9 Lite સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર આપવામાં આવશે. ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં USB ટાઈપ-C ઓડિયોજેક અને ઇન્ફ્રારેડ પોર્ટ આપવામાં આવશે.

Mi 9 Liteનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.39 ઇંચ ફુલ HD+
ફ્રન્ટ કેમેરા 32MP
રિઅર કેમેરા 48MP (પ્રાઈમરી સેન્સર )+ 8MP (અલ્ટ્રાવાઇડ કેમેરા)+ 2MP (ડેપ્થ સેન્સર)
રેમ 6GB
સ્ટોરેજ 64GB/128GB
OS MIUI બેઝ્ડ એન્ડ્રોઈડ 9 પાઇ
બેટરી 4030mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

X
Xiaomi CC9 variant gets certificate named 'Mi 9 Lite', may launch next month

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી