રિપોર્ટ / શાઓમી દેશની ટોપ સ્માર્ટફોન કંપની અને ફ્લિપકાર્ટ દેશની ટોપ ઈ-કોમર્સ કંપની બની

Xiaomi becomes Top Country Smartphone Company and Flipkart Top Country E-Commerce Company: report

  • ‘કાઉન્ટપોઇન્ટ’ના રિસર્ચ મુજબ, રેડમી નોટ 7 પ્રો ટોપ સેલિંગ સ્માર્ટફોન બન્યો છે
  • ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે 58% શેર સાથે ટોપ કંપની બની છે
  • ગત વર્ષે રિઅલમીની શેરિંગ 4% હતી જે આ વર્ષે વધીને 17% થઈ છે

Divyabhaskar.com

Sep 16, 2019, 12:54 PM IST

ગેજેટ ડેસ્કઃ વર્ષ 2019ના બીજા ત્રિમાસિકગાળામાં શાઓમી અને રીઅલમી દેશની ટોપ સ્માર્ટફોન કંપની બની છે. ‘કાઉન્ટપોઇન્ટ’ના રિસર્ચ મુજબ, રેડમી નોટ 7 પ્રો ટોપ સેલિંગ સ્માર્ટફોન બન્યો છે. 17% શેર સાથે સ્માર્ટફોન કંપનીમાં રિઅલમી દેશની બીજી કંપની બની છે. આ વર્ષે સ્માર્ટફોનના ઓનલાઇન વેચાણમાં વૃદ્ધિ થઇ છે અને ઓફલાઈન વેચાણમાં 4%ના ઘટાડો આવ્યો છે. ઓનલાઇન પ્લેટફોર્મ પરથી સ્માર્ટફોનના શિપમેન્ટમાં 25%ની વૃદ્ધિ થઈ છે.

કાઉન્ટરપોઇન્ટની રિસર્ચ મુજબ ટોપ 5 સ્માર્ટફોનની લિસ્ટમાં 12.1% શેર સાથે રેડમી નોટ 7 પ્રો ફર્સ્ટ નંબર, 6.4% શેર સાથે રેડમી 6A બીજો નંબર, 5.9% શેર સાથે રિઅલમી C2 ત્રીજો નંબર, 5.6% શેર સાથે રિઅલમી 3 ચોથો નંબર અને 5% શેર સાથે રેડમી નોટ 7 પાંચમો નંબર હાંસલ કર્યો છે.

શાઓમીના માર્કેટ શેરમાં ઘટાડો આવ્યો
વર્ષ 2019ના બીજા ત્રિમાસિક ગાળામાં શાઓમી અવ્વલ કંપની બની છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કંપનીના માર્કેટ શેરમાં ઘટાડો આવ્યો છે. ગત વર્ષે બીજા ત્રિમાસિકગાળામાં કંપની 55% શેર ધરાવતી હતી. ગત વર્ષ કરતાં રિઅલમીએ સારું પ્રદર્શન કર્યું છે ગત વર્ષે રિઅલમીની શેરિંગ 4% હતી જે આ વર્ષે વધીને 17% થઈ છે. રેડમી નોટ 7 પ્રો, રેડમી 6A, રેડમી નોટ 6 પ્રો મોડલે કંપનીને અવ્વ્લ નંબર પર પહોંચાડવામાં મદદ કરી છે.

ફ્લિપકાર્ટ ટોપ ઈ-કોમર્સ કંપની
ઓનલાઇન સાઇટ્સ પર સારી ડિલ્સ અને આકર્ષક ઓફર્સ મળવાથી યુઝર તેમના સ્માર્ટફોનને ઓનલાઇન ખરીદવાનું વધારે પસંદ કરતા હોય છે. ઈ-કોમર્સ કંપનીમાં ફ્લિપકાર્ટે બાજી મારી છે. 58% શેર સાથે કંપની ટોપ પર આવી છે.

X
Xiaomi becomes Top Country Smartphone Company and Flipkart Top Country E-Commerce Company: report
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી