રિપોર્ટ / જાસૂસીના ખુલાસા બાદ વ્હોટ્સએપ ડાઉનલોડમાં 80%નો ઘટાડો, સિગ્નલ અને ટેલિગ્રામના યુઝર્સની સંખ્યા વધી

Whatsapp downloads decline by 80%, signal and telegram users rise after spying

  • વ્હોટ્સએપે જણાવ્યું હતું કે ઈઝરાયેલી સોફ્ટવેર કંપની પિગેસસ દ્વારા દુનિયાભરના 1,400 યુઝર્સનો ડેટા હેક કરવામાં આવ્યો
  • રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સિગ્નલ એપ ડાઉનલોડમાં 63% અને ટેલિગ્રામ મેસેન્જર ડાઉનલોડમાં 10%નો વધારો
  • પિગેસસ વિવાદ પહેલાં વ્હોટ્સએપ ડાઉનલોડનો આંકડો 89 લાખ હતો
  • 26 ઓક્ટોબરથી 3 નવેમ્બરની વચ્ચે વ્હોટ્સએપ ડાઉનલોડનો આંકડો 18 લાખ થઈ ગયો

Divyabhaskar.com

Nov 07, 2019, 03:20 PM IST

ગેજેટ ડેસ્ક. વ્હોટ્સએપ દ્વારા જાસૂસીનો ખુલાસો કરાયા બાદ તેના ડાઉનલોડ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મોબાઈલ ડેટા એનાલિટિક્સ એન્ડ ઇન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વ્હોટ્સએપ ડાઉનલોડમાં 80 ટકાનો ઘટાડો થયો છે. 23 ઓક્ટોબરે વ્હોટ્સએપે જણાવ્યું હતુ કે, ઇઝરાયેલની કંપની પિગેસસ સ્પાયવેર દ્વારા સમગ્ર વિશ્વમાં 1,400 યુઝર્સના ડેટાની જાસૂસી કરાઈ, તેમાં રાજકારણીઓ, અધિકારીઓ અને પત્રકારો પણ સામેલ હતા. ત્યારબાદ 26 ઓક્ટોબરથી 3 નવેમ્બરની વચ્ચે વ્હોટ્સએપ ડાઉનલોડમાં 71 લાખનો ઘટાડો નોંધાયો છે.

મોબાઈલ ડેટા એનાલિટિક્સ એન્ડ ઈન્ટેલિજન્સ કંપની સેન્સર ટાવરના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, જાસૂસીનો ખુલાસો થયા પહેલાં વ્હોટ્સએપ ડાઉનલોડનો આંકડો 89 લાખ હતો. ખુલાસો થયા બાદ 26 ઓક્ટોબરથી 3 નવેમ્બર એટલે કે 7 દિવસમાં ડાઉનલોડનો આંકડો 18 લાખ થઈ ગયો છે.

પિગેસસથી 1,400 યુઝર્સની ખાનગી માહિતી ચોરવામાં આવી
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ 7 દિવસની અંદર એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ એપ સિગ્નલ અને ટેલિગ્રામ તરફ યુઝર્સ વળી રહ્યા છે. સિગ્નલ એપના ડાઉનલોડમાં 63 ટકા અને ટેલિગ્રામ મેસેન્જર ડાઉનલોડમાં 10 ટકાનો વધારો થયો છે. ટેલિગ્રામ એપ 9.20 લાખ ડાઉનલોડનો આંકડો પાર કરી ચૂકી છે.

સેન્સર ટાવરના જણાવ્યા મુજબ આ રિપોર્ટ એપલ આઈડી અને ગૂગલ અકાઉન્ટમાંથી સિગ્નલ ડાઉનલોડ, એક અકાઉન્ટથી ઘણાં ડિવાઈસમાં ઈન્સ્ટોલેશન અને એપ અપડેશન જેવા આંકડાના વિશ્લેષણના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે. 29 ઓક્ટોબરે વ્હોટ્સએપે જણાવ્યું હતુ કે, તેણે ઇઝરાયેલની કંપની એનએસઓ ગ્રુપ વિરુદ્ધ કેસ કર્યો છે. વ્હોટ્સએપે આરોપ લગાવ્યો છે કે ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ સ્પાયવેર પિગેસસનો ઉપયોગ ભારત સહિત સમગ્ર વિશ્વના 1,400થી વધુ વ્હોટ્સએપ યુઝર્સની ખાનગી માહિતી એકત્રિત કરવા માટે કરવામાં આવ્યો છે.

વ્હોટ્સએપના ઘટસ્ફોટ બાદ હવે તપાસમાં ખુલાસો થયો છે કે વ્હોટ્સએપમાં એવી ઘણી સર્વિસિસ છે જે પિગેસસને ફેલાવવામાં મદદ કરે છે. વ્હોટ્સએપના જણાવ્યા પ્રમાણે, મે 2019માં થયેલી હેકિંગ વિશે કંપનીએ ભારતને અગાઉથી માહિતી આપી દીધી હતી. પરંતુ ભારતના આઈટી મંત્રાલયે કહ્યું હતું કે, આ જાણકારી અસ્પષ્ટ છે.

આ પહેલાં વ્હોટ્સએપે દાવો કર્યો હતો કે, મેસેજિંગ પ્લેટફોર્મ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ મોડેલ પર આધારિત છે. તેમાં બે લોકોની વચ્ચે કરવામાં આવેલી વાતચીત સુરક્ષિત રહે છે. શેર કરવામાં આવેલ વાસ્તવિક કન્ટેન્ટને કોઈ જોઈ અને વાંચી શકશે નહીં. પિગેસસ સ્પાયવેરને ઈન્ફેક્ટેડ લિંક દ્વારા યુઝરના સ્માર્ટફોનમાં મોકલવામાં આવે છે. આ લિંકને SMS,MMS, ટેલિગ્રામ, સિગ્નલ, ઈ-મેલ અને અન્ય ઘણી રીતે યુઝરને મોકલવામાં આવી શકે છે.

X
Whatsapp downloads decline by 80%, signal and telegram users rise after spying

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી