ડાર્ક મોડ / વોટ્સએપે એન્ડ્રોઈડ બીટા યુઝર્સ માટે ડાર્ક મોડ ફીચર લાઈવ કર્યું

સૌ. WABetaInfo
સૌ. WABetaInfo

Divyabhaskar.com

Jan 22, 2020, 05:14 PM IST

ગેજેટ ડેસ્ક: ઘણી રાહ જોયા પછી મેસેજિંગ કંપની વોટ્સએપમાં ડાર્ક મોડ આવી ગયું છે. આ ફીચર હાલ માટે માત્ર એન્ડ્રોઇડ બીટા યુઝર્સ માટે જ છે. જો કે, આ ફીચરને હજુ કંપની તરફથી ઓફિશિયલી લાઈવ કરવામાં આવ્યું નથી, પણ એન્ડ્રોઇડ યુઝર્સ તેને એક્સેસ કરી શકે છે. આ જાણકારી વોટ્સએપથી જોડાયેલા સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ આપી છે.

વોટ્સએપે ઘણા સમય પહેલાં ગૂગલ પ્લેની મદદથી બીટા યુઝર્સ માટે ડાર્ક મોડ રોલ આઉટ કરી દીધો હતો. હવે તેમાં v2.20.13 અપડેટ આવી છે. વેબસાઈટ WABetaInfoએ જણાવ્યું કે, જો યુઝરને વોટ્સએપમાં ડાર્ક મોડ ન દેખાય તો તેમણે અપડેટ અને એપ ફરીથી ઇન્સ્ટોલ કરવાની રહેશે. ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ફરીથી ડાઉનલોડ કરવી પડશે.

વોટ્સએપમાં ડાર્ક મોડ કેવી રીતે શરૂ કરવો?

ડાર્ક મોડ શરુ કરવો ઘણો સરળ છે, તેને લીધે OLED સ્ક્રીન ડિસ્પ્લે ધરાવતા ફોનની બેટરી પણ સેવ થશે.

1. લેટેસ્ટ વોટ્સએપ બીટા અપડેટ ડાઉનલોડ કરો.
2. એપ ખોલતા જમણી બાજુ સ્ક્રીનના ખૂણા પર દેખાતા થ્રી ડોટ મેનુ પર ટેપ કરો. મેનુમાંથી સેટિગ્સ સિલેક્ટ કરો.
3. સેટિંગ્સ પેજમાં થીમ પર ટેપ કરો. ટેપ કર્યા બાદ થીમ સિલેક્ટ કરવાની વિન્ડો ખુલશે.
4. તેમાં ડાર્ક થીમને સિલેક્ટ કરતા ફોનમાં તે ફીચર ઇનેબલ થઈ જશે.
5. આ ઉપરાંત યુઝર System default ઓપ્શનની મદદથી ઓટોમેટિકલી ડાર્ક મોડ અને લાઈટ મોડમાં સ્વિચ કરી શકે છે.

X
સૌ. WABetaInfoસૌ. WABetaInfo
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી